Sunday, 3 May 2020

લોકડાઉનને લીધે ભારતમાં એપ્રિલ મહિનામાં એક પણ સ્માર્ટફોનનું વેચાણ ન થયું, શાઓમી અને સેમસિંગ સહિતની અનેક કંપનીએ મેન્યુફેક્ચરિંગ બંધ કર્યું

કોરોનાવાઈરસની લડત સામે લાગુ કરાયેલાં લોકડાઉનની અસર વિવિધ ક્ષેત્ર સાથે સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીને પણ થઈ છે. ભારતમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ છે. દેશમાં એપ્રિલ મહિનામાં એક પણ સ્માર્ટફોનનું વેચાણ નથી થયું તેવું ટેક રિસર્ચ ફર્મ કાઉન્ટર પોઈન્ટનાં એક રિસર્ચમાં સામે આવ્યું છે. આ રિપોર્ટ મુજબ માર્ચ મહિનામાં સ્માર્ટફોન શિપમેન્ટમાં 19%નો ઘટાડો થયો છે.

સામાન્ય દિવસોમાં એક મહિનામાં 1.2 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થાય છે

કાઉન્ટર પોઈન્ટના અસોસિએટ ડિરેક્ટર તરુણ પાઠકના જણાવ્યા અનુસાર, લોકડાઉનને લીધે સ્માર્ટફોનનું મેન્યુફેક્ચરિંગ અને રિટેલ દુકાનો બંધ છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર માત્ર જીવન જરૂરિયાત વસ્તુઓનું જ વેચાણ થતાં સ્માર્ટફોનનું વેચાણ એપ્રિલ મહિનામાં નહિવત થયું છે. બીજા ત્રિમાસિક સમયગાળામાં પણ સ્માર્ટફોન મેકર્સને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. લોકડાઉનમાં સ્માર્ટફોનનાં કેટલાક જ યુનિટનું વેચાણ થયું છે જે નહિવત છે. સામાન્ય રીતે એક મહિનામાં 1.2 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થાય છે.

શાઓમી, રિઅલમી, સેમસંગ સહિત અનેક કંપનીએ પોતાનાં પ્લાન્ટ બંધ કર્યા

લોકડાઉનને લીધે શાઓમી, રિઅલમી, સેમસંગ સહિત અનેક કંપનીઓના મેન્યુફ્ક્ચરિંગ અને એસેમ્બલિંગ પ્લાન્ટ લગભગ 20 માર્ચથી જ બંધ છે. રિઅલમીનો ગ્રેટર નોઈડાનો પ્લાન્ટ 2 માર્ચથી બંધ છે. રિઅલી કંપનીએ ‘Narzo’ સિરીઝ અને શાઓમીએ ‘Mi 10’નું લોન્ચિંગ લોકડાઉનને લીધે પોસ્ટપોન કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Not a single smartphone was sold in India in April due to the lockdown, with several companies, including Xiaomi and Samsung, shutting down manufacturing.


from Divya Bhaskar https://ift.tt/2WkhKJM

No comments:

Post a Comment