Sunday, 3 May 2020

‘વિવો S1’ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો થયો, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 16,990

સેમસંગ બાદ હવે ચાઈનીઝ ટેક કંપની વિવોએ પણ પોતોના જૂનાં સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ ઓગસ્ટ 2019માં લોન્ચ થયેલાં સ્માર્ટફોન ‘વિવો S1’ની કિંમતમાં ઘટાડો કર્યો છે. લોન્ચિંગ સમયે તેનાં 4GB + 128GB બેઝિક વેરિઅન્ટની કિંમત 17,990 રૂપિયા હતી જેને GST વધી ગયા બાદ 19,990 રૂપિયા કરવામાં આવી હતી. કંપનીએ ફરી ઘટાડો કરી હવે તેની કિંમત 16,990 રૂપિયા કરી છે. તેનાં અન્ય વેરિઅન્ટની કિંમતમાં પણ ઘટાડો થયો છે.

કિંમત અને વેરિઅન્ટ

વેરિઅન્ટ જૂની કિંમત (રૂપિયામાં) નવી કિંમત(રૂપિયામાં)
4GB + 128GB 19,990 16,990
6GB + 128GB 22,990 19,990

ફોનનાં સ્કાયલાઈન બ્લૂ અને ડાયમંડ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનનું પ્રિ બુકિંગ કરી શકાશે. કેટલાક શહેરોમાં તેની ડિલિવરી પણ શરૂ કરવામાં આવી છે.

‘વિવો S1’ સ્માર્ટફોનનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.38 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

sAMOLED FHD+ 1080×2340 રિઝોલ્યુશન

OS

એન્ડ્રોઈડ 9 પાઈ વિથ ફન ટચ OS 9.0

પ્રોસેસર

ઓક્ટાકોર મીડિયોટેક હીલિયો P65

રિઅર કેમેરા

16MP+ 8MP + 2MP

ફ્રન્ટ કેમેરા

32MP

રેમ

4GB/6GB

સ્ટોરેજ

128GB

બેટરી

4500mAh વિથ 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Vivo S1' smartphone dropped in price, Basic variant priced at 16,990


from Divya Bhaskar https://ift.tt/3fhMYtC

No comments:

Post a Comment