Sunday, 3 May 2020

યુરોપિયન માર્કેટ કરતાં ‘હુવાવે વોચ GT2e’ની ભારતમાં કિંમત વધારે, ₹ 19990 કિંમતમાં વેચાણ થઇ શકે છે

ચાઈનીઝ ટેક કંપની હુવાવે તેની અપકમિંગ સ્માર્ટવોચ ‘હુવાવે વોચ GT2e’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર તે લિસ્ટ થઈ છે. આ લિસ્ટિંગ મુજબ, વોચની કિંમત 19,990 રૂપિયા છે, જ્યારે યુરોપમાં વોચની કિંમત ભારતીય રૂપિયા પ્રમાણે , 16,500 છે. અર્થાત ભારતમાં યુરોપ કરતાં વધારે કિંમતમાં ‘હુવાવે વોચ GT2e’નું વેચાણ થશે. ફ્લિપકાર્ટ પર થયેલાં લિસ્ટિંગ મુજબ, વોચમાં વર્કઆઉટ મોડ, રિઅલ ટાઇમ ઓક્સીજન ટ્રેકર સહિતનાં અનેક ફીચર મળશે. વોચનાં બ્લેક, વ્હાઈટ અને મિંટ ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

ફ્લિપકાર્ટ પર વોચનું લિસ્ટિંગ

‘હુવાવે વોચ GT2e’નાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • ‘હુવાવે વોચ GT2e’માં 1.39 ઈંચની 454x454 રિઝોલ્યુશન ધરાવતી રાઉન્ડ AMOLED ડિસ્પ્લે મળશે.
  • તેમાં 4GB ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. આ વોચને 5ATM સર્ટિફિકેટ મળ્યું છે. તે વોટર રઝિસ્ટન્ટ છે.
  • વોચમાં ક્લાઈમ્બિંગ, સાઈકલિંગ, રનિંગ અને સ્વીમિંગ સહિતના કુલ 15 પ્રોફેશનલ વર્કઆઉટ મોડ મળશે.
  • વોચમાં ઈનકમિંગ કોલ, SMS અને ઈમેઈલ સહિત રિઅલ ટાઈમ નોટિફિકેશન મળશે.
  • તેમાં એક્સીરેલોમીટર, એર પ્રેશર, ઝાયરોસ્કોપ, હાર્ટ રેટ સહિતનાં સેન્સર મળશે.
  • વોચમાં SpO2 સેન્સર મળશે, જે યુઝરના શરીરનું ઓક્સીજન લેવલ ટ્રેક કરશે.
  • કંપનીના જણાવ્યા અનુસાર, સિંગલ ચાર્જમાં તે 14 દિવસનું બેકઅપ આપે છે.
  • વોચ એન્ડ્રોઈડ 4.4 અને iOS 9.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર સપોર્ટ કરશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Huawei Watch GT2e' can be sold in India for ₹ 19,990 more than the European market watch listed on flipkart


from Divya Bhaskar https://ift.tt/2KWPK9L

No comments:

Post a Comment