
અમેરિકન મલ્ટિનેશનલ ટેક બ્રાન્ડ મોટોરાલોના અપકમિંગ સ્માર્ટફોન ‘મોટો G ફાસ્ટ’નો પ્રોમો વીડિયો યુટ્યુબ પર એક્સીડેન્ટલી અપલોડ થયો હતો. હવે કંપનીએ તેને ડિલીટ કર્યો છે. પરંતુ આ વીડિયો ઉમેર્સ વિસલિસ્ટનામની યુટ્યુબ ચેનલ પર અપલોડ થયો છે. આ વીડિયોમાં ‘મોટો G ફાસ્ટ’નાં કેટલાક સ્પેસિફિકેશન સામે આવ્યાં છે. તે મુજબ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા અને અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર મળશે.
‘મોટો G ફાસ્ટ’નાં સ્પેસિફિકેશન
- લીક પ્રોમો વીડિયો અનુસાર, ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા મળશે, જેમાં એક પ્રાઈમરી લેન્સ અને અન્ય મેક્રો અને વાઈડ એેંગલ લેન્સ મળશે.
- ફોનમાં સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળશે. આ ફોન દેખાવમાં તાજેતરમાં લોન્ચ થયેલાં ‘મોટો g8 પાવર લાઈટ’ જેવો જ લાગે છે માત્ર તેના પંચ હોલ ડિઝાઈનમાં ફરક જોવા મળે છે.
- સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- ફોનમાં ઓક્ટોકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર મળશે. ફોનમાં 3GBની રેમ મળશે.
- ‘મોટો g8 પાવર લાઈટ’ લેટેસ્ટ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે.
- ફોનમાં 3 દિવસની બેટરી લાઈફ મળશે. જોકે તે કેટલી હશે તેનો વીડિયોમાં કોઈ ખુલાસો થયો નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર 5000mAhની બેટરી મળી શકે છે.
- ફોનની કિંમત 8,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36QcMJC
No comments:
Post a Comment