Saturday, 30 May 2020

મિરરલેસ અને સિંગલ લેન્સ ધરાવતો પેનાસોનિકનો ‘LUMIX G9’ કેમેરા ભારતમાં લોન્ચ, લેન્સ કિટ સાથે કિંમત ₹ 1,39,990

જાપાનીઝ ટેક બ્રાન્ડ પેનાસોનિકે તેનો ફ્લેગશિપ કેમેરા ‘LUMIX G9’ ભારતમાં લોન્ચ કર્યો છે. તેની ખાસ વાત એ છે કે તેમાં સિંગલ ડિજિટલ લેન્સ મળશે અને તે મિરર લેસ છે. કેમેરાની બોડીની કિંમત 98,990 રૂપિયા છે. 12-60 લેઈકા લેન્સ સાથે તેની કિંમત 1,39,990 રૂપિયા છે. આ કેમેરા હાઈ ક્વૉલિટી વીડિયો/ઈમેજ આઉટપુટ, ફંક્શનાલિટી અને મોબિલિટીનું પરફેક્ટ કોમ્બિનેશન છે. આ કેમેરામાં 20.3MP ડિજિટલ લાઈવ MOS સેન્સર મળશે. ગ્રાહકો તેની ખરીદી બ્રાન્ડ સ્ટોર્સ પરથી કરી શકે છે.

‘LUMIX G9’નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • કેમેરાનું 20.3MP ડિજિટલ લાઈવ MOS સેન્સર 80MP અને 10368 x 7776 પિક્સલની ઈમેજ પ્રોડ્યુસ કરે છે.
  • કેમેરા ઈમેજ સ્ટેબિલાઈઝર ટેક્નોલોજીથી સજ્જ છે. તેની મદદથી 6.5 સ્ટોપ શટર સ્પીડ ધરાવે છે.
  • કેમેરા HDR વીડિયો રેકોર્ડિંગ, V લોગ L રેકોર્ડિંગ અને વેવફોમ મોનિટર ફીચર સપોર્ટ કરે છે.
  • પેનાસોનિકનો આ કેમેરા 4K 30p/25p 4:2:2 10 બિટ ઈન્ટર્નલ રેકોર્ડિંગ કરે છે.
  • કેમેરામાં 0.04 સ્પીડનો AF (ઓટો ફોકસ) મળે છે. આ મોડમાં એનિમલ ડિટેક્ટ ફીચર AIનો ઉપયોગ કરી ફોટોફ્રેમમાં પ્રાણીઓને ડિટેક્ટ કરે છે. આ ફીચર વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર માટે બેસ્ટ ઓપ્શન છે.
  • કનેક્ટિવિટી માટે કેમેરામાં વાઈફાઈ અને બ્લુટૂથ મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Panasonic's 'LUMIX G9' camera with mirrorless and single lens launches in India, priced at 1,39,990 with lens kit


from Divya Bhaskar https://ift.tt/2Xdu4gp

No comments:

Post a Comment