Thursday, 28 May 2020

મોટોરોલાના અફોર્ડેબલ સ્માર્ટફોન ‘મોટો g8 પાવર લાઈટ’નું વેચાણ આજથી શરૂ, એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ ધારકોને 5%નું ડિસ્કાઉન્ટ મળશે

અમેરિકન મલ્ટિનેશનલ ટેક કંપની મોટોરોલાએ ભારતમાં અફોર્ડેબલ સ્માર્ટફોન ‘મોટો g8 પાવર લાઈટ’ કર્યો હતો. શુક્રવારે બપોરે 12 વાગ્યાથી ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ શરૂ થશે. 16MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ધરાવતા આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી ફોનની ખરીદી પર 5%નું કેશબેક મળશે.

ઓફર અને કિંમત

  • ફોનનાં 4GB + 64GB સિંગલ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે.
  • ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી ફોનની ખરીદી પર 5%નું કેશબેક મળશે.
  • એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડના ગ્રાહકોને 5%નું ડિસ્કાઉન્ટ મળશે.
  • આ સિવાય માસિક 750 રૂપિયાથી શરૂ થતી ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.

‘મોટો g8 પાવર લાઈટ’નાં બેઝિક ફીચર

  • આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VOLTE, 4G, 3G, 2G,વાઈફાઈ, બ્લુટૂથ, USB પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.

‘મોટો g8 પાવર લાઈટ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.5 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 720x1600 પિક્સલ

OS

એન્ડ્રોઈડ 9 પાઈ

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો P35

રિઅર કેમેરા

16MP + 2MP +2MP

ફ્રન્ટ કેમેરા

8MP

રેમ

4GB

સ્ટોરેજ

64GB એક્સપાન્ડેબલ 256GB

બેટરી

5,000mAh વિથ 10 વોટ ફાસ્ટ ચાર્જિંગ

વજન

200 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Motorola's affordable smartphone 'Moto g8 Power Lite' goes on sale today, Axis Bank Buzz credit card customers get 5% discount


from Divya Bhaskar https://ift.tt/3eouV3A

No comments:

Post a Comment