Monday, 4 May 2020

iQooએ સ્માર્ટફોન ‘iQoo 3’ની કિંમતમાં ઘટાડો કરી વેચાણ શરૂ કર્યું, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 34,990

વિવોની સબબ્રાન્ડ iQooએ ભારતમાં તેના પ્રથમ સ્માર્ટફોન ‘iQoo 3’ની કિંમતમાં ઘટાડા સાથે તેનું વેચાણ શરૂ કર્યું છે. કંપની ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનનાં સિલિક્ટેડ વિસ્તારોમાં ફોનની ડિલિવરી આપશે. ગ્રાહકોને આકર્ષવા માટે ફોનની કિંમતમાં 4,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં ‘iQoo 3’ 4Gનાં 8GB + 128GB બેઝિક વેરિઅન્ટની કિંમત 36,990 રૂપિયા હતી, જે GST વધ્યા બાદ 38,990 થઈ હતી. હવે તેનું વેચાણ 34,990 રૂપિયામાં કરી છે. ગ્રાહકો ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી કરી શકે છે. કંપનીએ ટ્વીટ કરી ફોનની ઉપલબ્ધતા વિશે માહિતી આપી છે.

‘iQoo 3’4Gનાં વેરિઅન્ટ અને કિંમત

વેરિઅન્ટ જૂની કિંમત (રૂપિયામાં) નવી કિંમત(રૂપિયામાં)
8GB + 128GB 36,990 34,990
8GB+ 256GB 39,990 37,990

ઓફર

લોકડાઉનને લીધે કંપનીએ હાલ એક્સેચેન્જ ઓફર બંધ કરી છે. જોકે ગ્રાહકો ફ્લિપકાર્ટ પરથી EMI દ્વારા ફોનની ખરીદી કરી શકશે. આ સિવાય ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડના ગ્રાહકોને 5%નું ડિસ્કાઉન્ટ પણ મળશે.

‘iQoo 3’નાં બેઝિક ફીચર્સ

ફોનનું ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર 25% પાવર કન્ઝપ્શન ઘટાડશે અને 25% CPU પર્ફોમન્સ વધારશે. ફોન HDR10+ સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે 0.31 સેકન્ડમાં ફોન અનલોક કરે છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા છે, જે 15 મિનિટમાં 50% ફોન ચાર્જ કરે છે. આ સિવાય ફોનમાં કાર્બન ફાઈબર VC લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી અને અલ્ટ્રા ગેમિંગ મોડ આપવામાં આવ્યો છે.

‘iQoo 3’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.44 ઇંચ

ડિસ્પ્લે ટાઈપ

સુપર AMOLED (1080x2400 પિક્સલ)

OS

iQoo UI વિથ એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865

રિઅર કેમેરા

48MP + 13MP + 13MP + 2MP (બોકેહ લેન્સ)

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

8GB/12GB

સ્ટોરેજ

128GB/256GB

બેટરી

4440 mAh વિથ 55 વૉટ ફાસ્ટ ચાર્જિંગ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
iQoo has reduced the price of the smartphone 'iQoo 3' and started selling it, the basic variant is priced at 34,990


from Divya Bhaskar https://ift.tt/3b6g77Q

No comments:

Post a Comment