Monday, 4 May 2020

સિક્યોરિટી પર સવાલ ઊઠતા જ શાઓમીએ ‘Mi બ્રાઉઝર’માં નવી અપડેટ ઉમેરી, યુઝર્સ ઈન્કોગ્નિટો મોડમાં ડેટા કલેક્શનની પસંદગી કરી શકશે

ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ તેના બ્રાઉઝર ‘Mi બ્રાઉઝર’માં નવી અપડેટ લોન્ચ કરી છે. કંપનીએ આ નવી અપડેટ એટલા માટે ઉમેરવી પડી કારણ કે 2 દિવસ અગાઉ જ ‘Mi બ્રાઉઝર’થી ડેટા ચોરીના અહેવાલ પ્રસારિત થયાં હતાં. જોકે કંપનીએ સ્પષ્ટતા કરી તેનું ખંડન કરી કોઈ પણ પ્રકારનો ડેટા ચોરી ન થવાનું જણાવ્યું હતું, કંપનીએ નવી અપડેટ ગ્લોબલી લોન્ચ કરી છે. તેમાં ઈન્કોગ્નિટો મોડમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

યુઝર ઈન્કોગ્નિટો મોડમાં જઈ ઓન/ઓફ એગ્રિગેટેડ ડેટા કલેક્શનની પસંદગી કરી શકશે

શાઓમીએ તેનાં બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે ‘Mi બ્રાઉઝર’, ‘Mi બ્રાઉઝર પ્રો’ અને મિન્ટ બ્રાઉઝરમાં અપડેટ લોન્ચ કરાઈ છે. તમામ બ્રાઉઝરમાં લેટેસ્ટ ઈન્કોગ્નિટો મોડ ઉમેરવામાં આવ્યો છે. તેની મદદથી યુઝર્સ મોડ ઓન/ઓફ કરી ડેટા કલેક્શન કરવા માગે છે કે નહીં તેની પસંદગી કરી શકશે. યુઝર ઈન્કોગ્નિટો મોડમાં જઈ ઓન/ઓફ એગ્રિગેટેડ ડેટા કલેક્શનની પસંદગી કરી શકશે. ‘Mi બ્રાઉઝર’ અને ‘Mi બ્રાઉઝર પ્રો’માં v12.1.4 અપડેટ અને મિન્ટ બ્રાઉઝરમાં v3.4.3.લેટેસ્ટ વર્ઝન લોન્ચ થયું છે. યુઝર્સ બ્રાઉઝરનાં સેટિંગમાં જઈ ઈન્કોગ્નિટો મોડ સેટિંગમાં જઈ ઓન/ઓફ કરી શકશે.

ફોર્બ્સના રિપોર્ટ મુજબ Mi બ્રાઉઝરથી ડેટા ચોરી થાય છે

ફોર્બ્સે તેના રિપોર્ટમાં Mi બ્રાઉઝરથી ડેટા ચોરી અને પ્રાઈવસી ભંગની વાત કહી હતી. રિપોર્ટ મુજબ ‘રેડમી નોટ 8’નાં યુઝર્સનો ડેટા Mi બ્રાઉઝર દ્વારા સિંગાપોર અને રશિયા મોકલામાં આવે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઈન્કોગ્નિટો મોડમાં પણ યુઝરનો ડેટા ચોરી થઈ શકે છે. જોકે કંપનીએ આ તમામ વાતોનું ખંડન કરી Mi બ્રાઉઝર સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.

કંપનીએ ટ્વીટ કરી આ રિપોર્ટનું ખંડન કર્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, યુઝરની પ્રાઈવસીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. ઈન્કોગ્નિટો મોડમાં યુઝરનો ડેટા સંપૂર્ણ ઈન્ક્રિપ્ટેડ હોય છે. Mi બ્રાઉઝર યુઝરની હિસ્ટ્રી સહિત કોઈ પણ માહિતી જાણી શકતું નથી. Mi બ્રાઉઝર અને ક્લાઉડ સુરક્ષિત છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
As soon security is questioned, Xiaomi adds a new update to the Mi browser, allowing users to choose data collection in incognito mode.


from Divya Bhaskar https://ift.tt/3fh0H3Q

No comments:

Post a Comment