 
લોકડાઉન 3.0માં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટો મળવા પર ઈ કોમર્સ અને ઈલેક્ટ્રોનિક કંપનીઓએ પોતાની સર્વિસ શરૂ કરી છે. LG કંપનીએ ડિસ્કાઉન્ટ સાથે પોતાની સર્વિસ શરૂ કરી છે. કંપની ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘G8X ThinQ’ પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 2,000 રૂપિયાના બ્લુટૂથ હેડસેટ આપી રહી છે. ગ્રાહકો 15 મે સુધી પ્રિ બુકિંગ કરાવી શકશે. આ સિવાય ટીવી, ફ્રિજ અને વોશીંગ મશીન પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
કંપનીએ ડેડિકેટેડ વેબસાઈટ લોન્ચ કરી છે, જેના પર પ્રોડક્ટ્સ અને ઓફર્સ વિશે માહિતી મળશે.કંપનીએ લોકડાઉન દરમિયાન ગ્રાહકોને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ સાથે પ્રિ બુકિંગ શરૂ કર્યું છે. બુકિંગના ઓફરનો લાભ 30મે પહેલાં ખરીદી કરનારા ગ્રાહકોને મળશે.
ઓફર્સ
- વર્ષ 2019માં લોન્ચ થયેલાં ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘G8X ThinQ’ પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જોકે પ્રિ બુકિંગ કરાવ્યા પ્રોડક્ટ્સની ડિલિવરી લોકડાઉન બાદ કરવામાં આવશે.
- LG ટીવી અને ઓડિયો પ્રોડક્ટ્સનું બુકિંગ ક્રેડિટ/ડેબિટ કાર્ડથી કરવા પર 15% સુધીનું કેશબેક મળશે. કંપનીએ લકી ડ્રો સિસ્ટમ પણ શરૂ કરી છે. તે અંતર્ગત OLED અથવા UHD ટીવીની ખરીદી પર અન્ય 35,990 રૂપિયાનું ટીવી જીતવાનો અવસર મળશે.
- ફ્રિજ, AC, વોશીંગ મશીન, વોટર પ્યોરિફાયર સહિતનાં હોમ અપ્લાયન્સ પર 12.5%નું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35ug987
 
No comments:
Post a Comment