 
ચાઈનીઝ ટેક કંપની શાઓમીના ફેન્સ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શાઓમી તેની મોસ્ટ અવેઈટેડ સિરીઝ ‘Mi 10’ ભારતમાં 8 મેએ લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરી આ વાત કન્ફર્મ કરી છે. આ સિરીઝમાં ‘Mi 10’ અને ‘Mi 10 પ્રો’સ્માર્ટફોન લોન્ચ થશે. બંને ફોનમાં 108MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. બંને ફોન 5G અને 8K વીડિયો સપોર્ટ કરે છે. ચીનમાં પહેલાંથી જ આ સિરીઝ લોન્ચ થઈ ચૂકી છે. હવે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જોકે ફોનનાં સેલ અને કિંમત વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
This is gonna evoke a lot of excitement.
— Mi India (@XiaomiIndia) May 4, 2020
This is gonna #EvokeYourImagination.
Mi fans, #Mi10 is launching on MAY 8th.
Yes, just 4⃣ days to go for the #108MP phone and more...
RT if you have been waiting for the launch date. pic.twitter.com/sFSfrpqIhB
બંને ફોનમાં 90Hz રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે. બંને સ્માર્ટફોનમાં વાઈફાઈ 6 અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. બેટર સાઉન્ટ ક્વોલિટી માટે આ સિરીઝના ફોનમાં સ્ટીરિયો સ્પીકર પણ મળશે.
કિંમત અને વેરિઅન્ટ
ચીનમાં લોન્ચ થયેલાં ‘Mi 10’નાં બેઝિક વેરિઅન્ટ 8GB + 256GBની કિંમત 4,299 ચીની યુઆન (આશરે 43,900 રૂપિયા) છે જ્યારે ટોપ વેરિઅન્ટ 2GB + 256GBની કિંમત 4,699 ચીની યુઆન (આશરે 48,000 રૂપિયા) છે. ચીનમાં લોન્ચ થયેલાં ‘Mi 10 પ્રો’નાં બેઝિક વેરિઅન્ટ 8GB +256GB: 4999 ચીની યુઆન (આશરે 51,000 રૂપિયા ) છે જ્યારે ટોપ વેરિઅન્ટ 12GB+512GBની કિંમત 5999 ચીની યુઆન (આશરે 61,000 રૂપિયા) છે. ભારતમાં તેને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
ચીનમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ્સ અને તેનાં સ્પેસિફિકેશન
‘Mi 10’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ: 6.67 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ: ફુલ HD+ કર્વ્ડ AMOLED (1080 x 2340 પિક્સલ)
OS :એન્ડ્રોઇડ 10
પ્રોસેસર: ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865
રેમ: 8GB/12GB
સ્ટોરેજ: 128GB/256GB
રિઅર કેમેરા: 108MP (પ્રાઈમરી કેમેરા) + 13MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ ) +2MP (ડેપ્થ સેન્સર) + 2MP (મેક્રો લેન્સ)
ફ્રન્ટ કેમેરા: 20MP
બેટરી: 4780mAh વિથ વાયર એન્ડ વાયર લેસ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
‘Mi 10 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ: 6.67 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ: ફુલ HD+ કર્વ્ડ AMOLED (1080 x 2340 પિક્સલ)
OS: એન્ડ્રોઇડ 10
પ્રોસેસર: ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865
રેમ: 8GB/12GB
સ્ટોરેજ: 128GB/256GB/512GB
રિઅર કેમેરા: 108MP (પ્રાઈમરી કેમેરા) + 20MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ ) +12MP (પોર્ટ્રેટ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ)
ફ્રન્ટ કેમેરા: 20MP
બેટરી: 4500mAh વિથ વાયર 50 વાયર વૉટ અને વાયરલેસ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2yo3Myk
 
 
 
No comments:
Post a Comment