 
સાઉથ કોરિયન ટેક કંપની ‘ગેલેક્સી Z ફ્લિપ’ની સફળતા બાદ કંપની તેનાં અપગ્રેડેડ વર્ઝનનાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં કંપનીએ કરાવેલી પેટન્ટ સામે આવી છે. કંપનીએ વર્લ્ડ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપટી ઓફિસમાં પેટન્ટ ફાઈલ કરાવી છે. આ પેટન્ટમાં કંપનીએ 2 મોડેલ રજૂ કર્યાં છે. તે મુજબ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા મળી શકે છે.
કંપનીએ રજૂ કરેલા પેટન્ટમાંથી મોડેલ Aમાં હોરિઝોન્ટલ અને મોડેલ Bમાં વર્ટિકલ ટ્રિપલ રિઅર કેમેરા સેટએપ જોવા મળે છે. જોકે કંપની બંનેમાંથી કયા મોડેલની પસંદગી કરશે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. ‘ગેલેક્સી Z ફ્લિપ’નાં અપગ્રેડેડ વર્ઝનમાં ફોનની ડાબી બાજુ વોલ્યુમ અને પાવર બટન મળશે. રિઅર કેમેરા સેટઅપ સાથે LED ફ્લેશ લાઈટ મળશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં OLED ડિસ્પ્લે મળી શકે છે. ફોનમાં 16MP અથવા 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. ફોનમાં 4000mAhની બેટરી મળી શકે છે.
ફેબ્રુઆરી 2020માં લોન્ચ થયેલાં ‘ગેલેક્સી Z ફ્લિપ’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.70 ઈંચ | 
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+ AMOLED (2636x1080 પિક્સલ) | 
| OS | એન્ડ્રોઇડ 10 | 
| પ્રોસેસર | સેમસંગ Exynos 990 | 
| ફ્રન્ટ કેમેરા | 10 MP | 
| રિઅર કેમેરા | 12 MP +12 MP | 
| રેમ | 8GB | 
| સ્ટોરેજ | 256GB | 
| બેટરી | 3300mAh | 
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3degq1E
 
No comments:
Post a Comment