Saturday, 30 May 2020

શોર્ટવીડિયો મેકિંગ એપ ‘Mitron’ને દેશી સમજવાની ભૂલ ન કરતાં, આ એપ પાકિસ્તાની એપ ‘ટિકટિક’નું રિબ્રાન્ડેડ વર્ઝન છે

ચાઈનીઝ શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોક છેલ્લાં ઘણા સમયથી વિવાદોમાં રહી છે. તેને લીધે મેડ ઈન ઈન્ડિયા સ્વદેશી એપ ગણાતી એપ ‘Mitron’ આકર્ષણનું કેન્દ્ર બની છે. એપને પ્લે સ્ટોર પર 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. મેડ ઈન ઈન્ડિયા હોવાથી અને વડાપ્રધાન મોદીના ફેવરેટ કહી શકાય તેવો શબ્દ ‘મિત્રો’ નામ હોવાથી આ એપની લોકપ્રિયતા વધી છે. પરંતુ એક રિપોર્ટ અનુસાર આ એપ પાકિસ્તાનની એપ ‘ટિકટિક’નું રિબ્રાન્ડેડ વર્ઝન છે. પાકિસ્તાનમાં Qboxus નામની કંપનીના CEO ઈરફાન શેખે આ એપ બનાવી છે.

‘Mitron’ એપ પાકિસ્તાનની એપ ‘ટિકટિક’નું રિબ્રાન્ડેડ વર્ઝન

અત્યાર સુધીના અહેવાલો અનુસાર, ‘Mitron’ એપ IIT રુરકીના વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે ડેવલપ કરી છે. પરંતુ લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્ અનુસાર, એપ મૂળ પાકિસ્તાનની છે.પાકિસ્તાની શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટિકના સોર્સ કોડને માત્ર $34 (આશરે 2500 રૂપિયામાં) ઈરફાન દ્વારા વેચી દેવામાં આવ્યો છે.

‘ટિકટિક’ અને ‘મિત્રો’ના સોર્સ કોડ એક જ સરખા છે

‘ટિકટિક’ અને ‘મિત્રો’ના સોર્સ કોડ મળતા આવે છે. તેથી શિવાંક અગ્રવાલે માત્ર એપને રિબ્રાન્ડ કરી છે તેમ કહી શકાય પરંતુ એપને ડેવલપ કરી નથી. પાકિસ્તાની કંપની Qboxus દ્વારા Canyon સાઈટ પર ટિકટિકના સોર્સ કોડને સેલ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

જોકે આ એપની ઓનરશિપ અને પ્રાઈવસી પોલિસી હજું સુધી ક્લિઅર નથી. એપ પર સાઈન અપ કરી રહેલાં યુઝર્સને કોઈ જાણ જ નથી કે તેમનાં ડેટા સાથે શું થવાનું છે. પ્લે સ્ટોર પર આ એપના રિવ્યૂમાં કેટલાક યુઝરે એપમાં બગ અર્થાત ખામી હોવાની પણ વાત જણાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Make no mistake about calling the short video making app 'Mitron' a indian, this app is a rebranded version of the Pakistani app 'Tictic


from Divya Bhaskar https://ift.tt/36Hpz0G

No comments:

Post a Comment