લોકડાઉન 3.0માં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સ્માર્ટફોન શોપ ખોલવા પર અને તેનું વેચાણ કરવા માટે સરકારે લીલી ઝંડી આપી છે. તેને જોઈ ચાઈનીઝ ટેક કંપની વિવોએ ‘સ્માર્ટ રિટેલ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે. આ સર્વિસની મદદથી ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં રહેતા ગ્રાહકો SMSનાં માધ્યમથી ઘરે બેઠાં સ્માર્ટફોન મગાવી શકશે. આ સર્વિસ શરૂ કરવા માટે કંપનીએ 30,000 પ્રમોટર્સ અને 20,000 રિટેલર્સની મદદ લીધી છે. કંપનીએ વર્ષ 2014માં ભારતમાં એન્ટ્રી કરી હતી.
SMS દ્વારા સ્માર્ટફોનની ડિલિવરી સર્વિસ
ગ્રાહકો વિવોના ઓફિશિયલ ફેસબુક પેજ (vivoIndia), વિવો ઈ સ્ટોર (shop.vivo.com) અને 8955771110 નંબર પર SMS કરી તેમના મનપસંદ સ્માર્ટફોનનો ઓર્ડર કરી શકશે. SMS દ્વારા સ્માર્ટફોનની ડિલિવરી સર્વિસ શરૂ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 સર્વિસ 12મેથી શરૂ થશે.
ફેસબુક અને SMSનાં માધ્યમથી ગ્રાહકો કંપનીના પ્રમોટર્સ સાથે વાતચીત કરી ફોનની વિગતો જાણી શકશે. ગ્રાહકે ફોનની પસંદગી કર્યા બાદ તેની જાણકારી પ્રમોટર્સ નજીકના રિટેલર્સને આપશે. ગ્રાહકો જાતે દુકાને જઈ ફોનની ખરીદી કરી શકશે અથવા હોમ ડિલિવરી કરાવી શકશે.
કુલ ગ્રાહકોમાંથી 60% ગ્રાહકો ઓફલાઈન કસ્ટમર
કંપનીના જણાવ્યા અનુસાર કુલ ગ્રાહકોમાંથી 60% ગ્રાહકો ઓફલાઈન કસ્ટમર છે. તેથી કંપનીએ પોતાના ઓફલાઈન કસ્ટમરની સુવિધાઓને ધ્ચાનમાં રાખી આ સર્વિસ શરૂ કરી છે. વિવો કંપની ભારતમાં V19 સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનમાં 32MP + 8MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળશે. લોકડાઉન બાદ કંપની આ ફોન લોન્ચ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2z4Z4FN
No comments:
Post a Comment