Friday, 5 June 2020

ભારતમાં 11 જૂને લોન્ચ થનારાં ‘Mi Notebook’ લેપટોપમાં 12 કલાકની બેટરી લાઈફ મળશે

શાઓમી કંપની ભારતમાં 11 જૂને ‘Mi Notebook’ લેપટોપ લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચિંગ પહેલાં કંપનીએ તેની બેટરી ક્ષમતા વિશે ટીઝર દ્વારા માહિતી આપી છે. આ ટીઝર પ્રમાણએ લેપટોપ ફુલ ચાર્જમાં 12 કલાકની બેટરી લાઈફ આપશે. આ લેપટોપમાં સ્લિમ બેઝલ્સ અને હાઈ સ્ક્રીન ટુ બોડી રેશિયો મળશે.

શાઓમીએ ટ્વિટર પર 7 સેકન્ડનું વીડિયો ટીઝર રિલીઝ કર્યું છે. તેમાં મૂવિંગ વૉચ બતાવવામાં આવી છે. જે 12 કલાક સુધી ફરે છે.

‘Mi Notebook’ લેપટોપનાં બેઝિક સ્પેસિફિકેશન

  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાઓમીનું પ્રથમ નોટબુક સિરીઝનું લેપટોપ રેડમીબુક 13નું રિબ્રાન્ડેજ વર્ઝન હોઈ શકે છે.
  • આ લેપટોપમાં 13 ઈંચની ફુલ HD+ 1920 x 1080 પિક્સલ ધરાવતી ડિસ્પ્લે મળી શકે છે.
  • લેપટોપમાં 4.65mmનાં બેઝલ્સ હશે. અર્થાત લેપટોપની સ્ક્રીન અને બોડી વચ્ચે 4.65mmની જગ્યા રહેશે.
  • આ લેપટોપનાં 2 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. એક વેરિએન્ટમાં 10th gen Intel Core i5-10510U પ્રોસેસર મળી શકે છ, જ્યારે બીજાં વેરિઅન્ટમાં 0th gen Intel Core i7-10510U પ્રોસેસર મળી શકે છે.
  • આ લેપટોપની કિંમત 40,000ની આસપાસ હોઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The 'Mi Notebook' laptop, which will be launched in India on June 11, will have a battery life of 12 hours


from Divya Bhaskar https://ift.tt/2BB43PU

No comments:

Post a Comment