Friday, 5 June 2020

માત્ર 3,999 રૂપિયાની બ્લડ ઓક્સીજન મોનિટર કરતી રિઅલમીની પ્રથમ સ્માર્ટવોચનો સેલ આજે શરૂ થશે

ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ મે મહિનામાં તેની પ્રથમ સ્માર્ટવોચ ‘રિઅલમી વોચ’ લોન્ચ કરી હતી. શુક્રવારે બપોરે 12 વાગ્યાથી તેનો સેલ શરૂ થશે. કંપનીની ઓફશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકાશે. બ્લડ ઓક્સીજન લેવલ મોનિટરિંગ અને 14 સ્પોર્ટ મોડ સપોર્ટ કરતી આ સ્માર્ટવોચની કિંમત માત્ર 3,999 રૂપિયા છે. ‘રિઅલમી વોચ’નાં બ્લેક ગ્રીન, રેડ અને બ્લૂ સ્ટ્રિપ વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

ઓફર અને કિંમત

આ વોચની કિંમત 3,999 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદીમાં કોઈ ખાસ ઓફર મળશે નહીં. પરંતુ ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરવા પર ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડના ગ્રાહકોનો 5%નું કેશબેક અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ ધરાવતા ગ્રાહકોને 10%નું ડિસ્કાઉન્ટ મળશે.

‘રિઅલમી વોચ’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • ‘રિઅલમી વોચ’માં 1.4 ઈંચની ટચ સ્ક્રીન કર્વ્ડ ડિસ્પ્લે મળશે. તે સ્ક્રેચ રઝિસ્ટન્સ છે. તેનું રિઝોલ્યુશન 320X320 પિક્સલ છે.
  • ડિસ્પ્લેમાં યુઝરને બાય ડિફોલ્ટ ટાઈમ/ડેટ, કેલરી બર્ન, હાર્ટ રેટ, વોક સ્ટેપ્સ અને વેધરની માહિતી મળશે.
  • આ વોચમાં ફૂટબોલ, વોક, રન, યોગા, ક્રિકેટ સહિનાં કુલ 14 સ્પોર્ટ મોડ મળશે.
  • હેલ્થ ફીચર તરીકે તેમાં રિઅલ ટાઈમ હાર્ટ રેટ મોનિટર અને બ્લડ ઓક્સીજન લેવલ મોનિટર મળશે.
  • ઓટોમેટિક કનેક્શન માટે તે રિઅલમી લિંક સપોર્ટ કરશે.
  • આ વોચ સેફ અનલોક અને કોલ રિજેક્શન ફીચર સપોર્ટ કરે છે.
  • તેમાં અલાર્મ, ઈન્કમિંગ કોલ અને એપ્સ નોટિફિકેશન મળશે. તે યુઝરને જગ્યા પરથી ઊભા થવા માટે અને પાણી પીવા માટે રિમાઈન્ડર આપશે.
  • વોચને IP68 રેટિંગ મળ્યું છે, અર્થાત તે વોટર અને ડસ્ટ રઝિસ્ટન્ટ છે.
  • તેમાં અન્ય સ્માર્ટવોચની જેમ મ્યૂઝિક કન્ટ્રોલ મળશે સાથે જ તેમાં કેમેરા કન્ટ્રોલ ફીચર મળશે. યુઝર સ્માર્ટવોચની મદદથી જ કનેક્ટેડ મોબાઈલ ફોનમાંથી ફોટો કેપ્ચર કરી શકશે.
  • વોચનું ડિસ્પ્લે બોક્સ બ્લેક કલરનું મળશે, તેની સ્ટ્રિપનાં રેડ, બ્લૂ અને ગ્રીન કલર ઓપ્શન મળશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 મળશે.
  • સ્માર્ટવોચમાં 160mAhની બેટરી મળશે, જે હાર્ટ રેટ મોનિટરિંગ ફીચર સાથે 7 દિવસ અને ડિસેબલ કરના પર 9 દિવસનું બેકઅપ આપે છે. પાવર સેવિંગ મોડમાં તે સિંગલ ચાર્જ પર 20 દિવસ સુધી કાર્યરત રહે છે.
  • એન્ડ્રોઈડ 5 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર આ વોચ સપોર્ટ કરે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme's first smartwatch, which monitors blood oxygen for just Rs 3,999, goes on sale today


from Divya Bhaskar https://ift.tt/3dvOOWq

No comments:

Post a Comment