Friday, 5 June 2020

ટ્વિટરે ટ્રમ્પ કેમ્પેઈનનાં અકાઉન્ટ પર અશ્વેતના મોતની શ્રદ્ધાંજલિનો વીડિયો ડિલીટ કર્યો

સ્નેપચેટ પર પ્રમોશનલ એક્ટિવિટી બંધ થયા બાદ હવે વધુ એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા તરફથી ઠપકો મળ્યો છે. તેમનાં ટ્વિટર પરનાં ઓફિશિયલ કેમ્પેઈન અકાઉન્ટ પરથી અશ્વેતના મોતની શ્રદ્ધાંજલિનો વીડિયો ડિલીટ કરાયો છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ અનુસાર, ટ્વિટરે કોપીરાઈટ્સ ફરિયાદોને આધારે આ વીડિયો ડિલીટ કર્યો છે.

કોપી રાઈટ ઓનર દ્વારા મળેલી ફરિયાદોને આધારે વીડિયો ડિલીટ કરાયો

ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પનાં કેમ્પેઈન અકાઉન્ટ પર 4 જૂને આ વીડિયો પોસ્ટ થયો હતો. તેમાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ટ્વિટર પર આ પોસ્ટને અત્યાર સુધીમાં 14 હજાર લાઈક્સ અને 6 હજાર રીટ્વિટ્સ મળ્યા છે. જ્યારે 1.7 હજાર લોકોએ કમેન્ટ્સ કરી છે. ટ્વિટરે આ વીડિયો ડિલીટ કરતાં કહ્યું છે કે, કોપી રાઈટ ઓનર દ્વારા મળેલી ફરિયાદોને આધારે આ વીડિયો ડિલીટ કરવામાં આવ્યો છે.

વીડિયો હજુ યુટ્યુબ પર ઉપલબ્ધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 3 મિનિટ અને 45 સેકન્ડનો આ વીડિયો 3 જૂને શેર થયો છે. આ વીડિયોમાં શાંતિપૂર્ણ રીતે થતાં વિરોધ પ્રદર્શનો, ગંભીર દુર્ઘટના, હિંસા ફેલાતા ગ્રૂપ વિશે વાત કરવામાં આવી છે.

જોકે ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટર સાથેની કોલ્ડ વૉર જગ જાહેર છે. આ અગાઉ વર્ષ 2019માં એક વીડિયો શેર કરવા બદલ ટ્વિટરે ટ્રમ્પનું અકાઉન્ટ રિમૂવ કર્યું હતું. તે સમયે પણ કોપીરાઈટ્સનો જ મામલો સામે આવ્યો હતો. અશ્વેતના મોત બાદ ફેલાયેલાં અશાંત વાતાવરણ વચ્ચે ભડકાઉ ટ્વીટ કરવા બદલ સ્નેપચેટે પણ તેમનાં અકાઉન્ટની પ્રમોશનલ એક્ટિવિટીઝ પર રોક લગાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Twitter deletes video of tribute to george floyd of Trump campaign account


from Divya Bhaskar https://ift.tt/3dNHypf

No comments:

Post a Comment