કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં M સિરીઝનાં 2 બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M11’ અને ‘ગેલેક્સી M01’ લોન્ચ કર્યાં છે. બંને ફોનમાં 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર મળશે. ‘ગેલેક્સી M11’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને ‘ગેલેક્સી M01’નાં 3GB + 32GB વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે. બંને ફોનમાં ડોલ્બી એટમોસ સાઉન્ડ સપોર્ટ મળશે. મંગળવારે બપોરે 3 વાગ્યાથી સેમસંગ ઈ સ્ટોર અને ઈ કોમર્સ સાઈટ પરથી ફોનની ખરીદી કરી શકાશે.
કિંમત અને વેરિઅન્ટ
| મોડેલ | વેરિઅન્ટ | કિંમત |
| ગેલેક્સી M11 | 3GB + 32GB | 10,999 રૂપિયા |
| ગેલેક્સી M11 | 4GB + 64GB | 12,999 રૂપિયા |
| ગેલેક્સી M01’ | 3GB + 32GB | 8,999 રૂપિયા |
‘ગેલેક્સી M11’નાં બ્લેક, બ્લૂ અને વાયલેટ કલર અને ‘ગેલેક્સી M01’ નાં બ્લેક, બ્લૂ અને રેડ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. બંને ફોનમાં કનેક્ટિવિટી માટે 4G VoLTE, વાઈફાઈ, બ્લુટૂથ, GPS,AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ‘ગેલેક્સી M11’માં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
‘ગેલેક્સી M11’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.4 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
HD+ 720x1560 પિક્સલ ઈન્ફિનિટી ‘ઓ’ ડિસ્પ્લે |
|
OS |
એન્ડ્રોઈડ 10 વિથ One UI 2.0 |
|
પ્રોસેસર |
ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 435 |
|
રિઅર કેમેરા |
13MP + 5MP + 2MP |
|
ફ્રન્ટ કેમેરા |
8MP |
|
રેમ |
3GB/4GB |
|
સ્ટોરેજ |
32GB/64GB |
|
બેટરી |
5000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
‘સેમસંગ ગેલેક્સી M01’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
5.71 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
HD+ 720x1560 પિક્સલ ઈન્ફિનિટી ‘વી’ ડિસ્પ્લે |
|
OS |
એન્ડ્રોઈડ 10 વિથ One UI 2.0 |
|
પ્રોસેસર |
ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 435 |
|
રિઅર કેમેરા |
13MP + 2MP |
|
ફ્રન્ટ કેમેરા |
5MP |
|
રેમ |
3GB |
|
સ્ટોરેજ |
32GB |
|
બેટરી |
4000mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eKDndU
No comments:
Post a Comment