Tuesday, 2 June 2020

HDR 10 અને ડોલ્બી સાઉન્ડ સપોર્ટ ધરાવતાં રિઅલમીના પ્રથમ સ્માર્ટ ટીવીનો સેલ શરૂ, એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડ પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે

રિઅલમી કંપનીએ ગત સોમવારે તેનું પ્રથમ ટીવી ભારતમાં લોન્ચ કર્યું હતું. મંગળવારે બપોરે 12 વાગ્યાથી તેનું વેચાણ શરૂ થયું છે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકે છે. કંપનીએ ટીવીનાં 2 વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. 32 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા અને 43 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે.

ઓફર

  • ફ્લિપકાર્ટ પરથી ટીવીની ખરીદી ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી કરવા પર 5%નું કેશબેક મળશે.
  • સાથે જ એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ ધારકોને 10%નું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની પણ સુવિધા મળશે.
  • કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર એક્સચેન્જ ઓફર હેઠળ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
  • સાથે જ ટીવી પર 1 + 1 યરની વૉરન્ટી પણ મળી રહી છે.

‘રિઅલમી સ્માર્ટ ટીવી’માં HDR 10 સપોર્ટ મળે છે. તેમાં એન્ડ્રોઈડ ટીવી 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક MSD6683 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 24 વૉટ ક્વાડ સ્ટીરિયો સ્પીકર્સ મળશે, જે ડોલ્બી સાઉન્ડ સપોર્ટ કરે છે.

‘રિઅલમી સ્માર્ટ ટીવી’નાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર

  • આ 32 ઈંચના ટીવીમાં HD 1366x768 પિક્સલ ધરાવતી ડિસ્પ્લે મળશે અને 43 ઈંચનાં ટીવીમાં ફુલ HD 1920x1080 પિક્સલનું રિઝોલ્યુશન મળશે.
  • ટીવીમાં 8.7mmના બેઝલ્સ મળશે. અર્થાત ટીવીની સ્ક્રીન અને બોડી વચ્ચે 8.7mmની જગ્યા રહેશે.
  • ટીવીમાં એન્ડ્રોઈડ ટીવી 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ મળશે, જે ગૂગલ પ્લે સ્ટોર સહિતની એપ્સનો એક્સેસ મળશે.
  • ટીવીની પિક બ્રાઈટનેસ 400 નિટ્સ છે, તે HDR10 સ્ટાન્ડર્ડ સુધી સપોર્ટ કરે છે.
  • ટીવીમાં 1GBની રેમ અને 8GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0, વાઈફાઈ, 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ, 1 LAN મળશે.
  • ટીવીનું રિમોર્ટ વન ટચ ગૂગલ અસિસ્ન્ટ સપોર્ટ કરશે.
  • ટીવીમાં નેટફ્લિક્સ, યુટ્યુબ, પ્રાઈમ વીડિયો સહિતની ઈન બિલ્ટ એપ મળશે.
  • મોબાઈલ ફોનનું કન્ટેન્ટ ટીવીમાં જોવા માટે તેમાં ક્રોમકાસ્ટ પણ આપવામાં આવ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme's first smart TV with HDR 10 and Dolby Sound support on sale, 10% discount on Axis Bank credit cards


from Divya Bhaskar https://ift.tt/3gM4nLC

No comments:

Post a Comment