અમેરિકામાં અશ્વેતનાં મોત બાદ તણાવનો માહોલ વધી રહ્યો છે. તેને લીધે વિવિધ ક્ષેત્રો પર અસર પડી છે. ઉગ્ર આંદોલનના અશાંત વાતાવરણને લીધે જાપાનીઝ ટેક કંપનીએ અમેરિકામાં 4 જૂને યોજાનાર ‘સોની પ્લે સ્ટેશન 5’ ઈવેન્ટ રદ્દ કરી છે. કંપનીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી છે. ટ્વીટમાં કંપનીએ જણાવ્યું છે કે, અત્યારે સેલિબ્રેશનનો સમય નથી. અમેરિકામાં અશ્વેત જોર્જ ફ્લોયડના મૃત્યુના મામલે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. તેને લીધે 4 હજાર લોકોની અટકાયત કરવામાં આવી છે. છેલ્લાં 6 દિવસથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. વોશિંગ્ટન DCના 40 શહેરોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે.
— PlayStation (@PlayStation) June 1, 2020
આ ઈવેન્ટમાં ગેમિંગ કોન્સોલ ‘સોની પ્લે સ્ટેશન 5’ માટે કેટલીક નવી ગેમ્સ લોન્ચ થવાની હતી. જોકે, 1 કલાક સુધી યોજાનાર આ ઈવેન્ટ રદ્દ થતાં ગેમિંગ લવર્સમાં નિરાશા જોવા મળી રહી છે. હવે તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
સોની પ્લે સ્ટેશન 5’ સ્પેસિફિકેશન
આ પ્લે સ્ટેશનમાં કસ્ટ્મ ઓક્ટા કોર AMD GEN 2 CPU ક્લોક્ડ 3.5GHz અને કસ્ટમ GPU સહિતના AMD RDNA 2 આર્કિટેક્ચર હાર્ડવેર પર આધારિત છે. તેમાં 36 કમ્યૂટ યુનિટ્સ છે, જે 27GHz પર ક્લોક છે. તે CPU અને GPU બંને વેરિએબલ ફ્રિક્વન્સી સપોર્ટ કરે છે. તેમાં 16GBની રેમ અને એક કસ્ટમ 825GB SSD મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XrbgdD
No comments:
Post a Comment