Wednesday, 17 June 2020

હવે ટ્વિટર યુઝર્સ 140 સેકન્ડનો વોઈસ મેસેજ ટ્વીટ કરી શકશે

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર તેનાં એક નવાં ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. હાલ માત્ર ટેક્સ્ટ ફોર્મેટમાં 280 અક્ષરોની લિમિટેશન સાથે ટ્વીટ કરી શકાય છે. હવે ટ્વિટરમાં યુઝર વોઈસ રેકોર્ડ કરી ઓડિયો ફોર્મેટમાં જ ટ્વીટ કરી શકશે. ટ્વિટર સપોર્ટ ટીમે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.

ટ્વિટરે તેના બ્લોગમાં જણાવ્યું છે કે, કંપની હાલ ઓડિયો ટ્વીટ ફીચર માટે કેટલાક iOS ડિવાઈસ પર ટેસ્ટિંગ કરી રહી છે. વધારે હ્યુમન એક્સપિરિઅન્સ આપવા માટે કંપની આ ફીચર લોન્ચ કરશે.

કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરી શકાશે?
આ ફીચર હાલ કેટલાક iOS ડિવાઈસ પર જ સપોર્ટ કરશે. તેના માટે યુઝરે કમ્પોઝ ટ્વીટ કરી કી બોર્ડની ઉપર રહેલાં ઓડિયો આઈકોનને ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવાનું રહેશે. એક ટ્વીટમાં યુઝર 140 સેકન્ડનો જ ઓડિયો ટ્વીટ કરી શકશે તેનાથી વધારાની સેક્ન્ડ્સના ઓડિયો થ્રેડ્સમાં ઉમેરાતા જશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટ્વિટરે ઈનસ્ટાગ્રામની સ્ટોરીની જેમ ‘ફ્લીટ્સ’ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર લોન્ચ થતાં જ યુઝર્સ તેની ટીકા કરવા લાગ્યા હતા અને ટ્વિટરે તેના મૂળભુત સિદ્ધાંતોનો ભંગ કર્યો હોય તેવા આરોપો યુઝર્સ લગાડી રહ્યા હતા. હવે આ નવાં ફીચર વોઈસ ટ્વીટ્સની યુઝર્સ કેવી પ્રતિક્રિયા આપશે તેની રાહ જોવાઈ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Twitter users will now be able to tweet a 140-second voice message, test running on iOS devices


from Divya Bhaskar https://ift.tt/2UWRPYu

No comments:

Post a Comment