Wednesday, 17 June 2020

ભારતમાં ‘રિઅલમી X3’ સિરીઝ 25 જૂને લોન્ચ થશે, ‘રિઅલમી X3 સુપરઝૂમ’માં 60X ડિજિટલ ઝૂમ સપોર્ટ મળશે

ચાઈનીઝ ટેક કંપની રિઅલમી ભારતમાં 25 જૂને ‘રિઅલમી X3’ સિરીઝનાં સ્માર્ટફોન લોન્ચ કરશે. તેમાં ‘રિઅલમી X3’ અને ‘રિઅલમી X3 સુપરઝૂમ’ સામેલ છે. બંને સ્માર્ટફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે અને ‘રિઅલમી X3 સુપરઝૂમ’માં 60X ડિજિટલ ઝૂમ સપોર્ટ મળશે. કંપનીનો દાવો છે કે તેનાથી 100મીટરના અંતરે રહેલી વસ્તુનો પણ ક્લિસ્ટર ક્લિઅર ફોટો પાડી શકાશે. કંપનીઅ ટ્વીટ કરી‘રિઅલમી X3’ સિરીઝનાં લોન્ચિંગ વિશે માહિતી આપી છે.

કિંમત અને વેરિઅન્ટ
‘રિઅલમી X3’નાં 4GB + 64GB વેરિઅન્ટની કિંમત 20,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે, 12GB +256GB વેરિઅન્ટનીઆશરે 43,300 રૂપિયા હોઈ શકે છે.

‘રિઅલમી X3 સુપરઝૂમ’નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • કંપનીનાં ટીઝર મુજબ, ફોનમાં સ્ટારી મોડ મળશે, યુઝર આ મોડનો ઉપયોગ કરી સ્ટાર્સ અર્થાત તારાઓની ફોટોગ્રાફી કરી શકશે. કેમેરા AI સુપર નાઈટસ્કેપ, ટ્રાઈપોડ મોડ અને અલ્ટ્રા નાઈટસ્કેપ મોડ સપોર્ટ કરશે.
  • યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે ફોનમાં 6.6 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે, તેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ હશે.
  • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. યુરોપનાં વેરિઅન્ટમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. રિઅલમી ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર ફ્રાંસિસ વાંગના ટ્વીટ અનુસાર, ભારતના મોડેલમા અલગ પ્રોસેસર આપવામાં આવશે.
  • ફોનમાં 64MP +8MP +8MP + 2MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાંથી 8MPનો લેન્સ 5X ઓપ્ટિકલ ઝૂમ અને 60X ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે.
  • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે 32MP + 8MPનું ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપ મળશે.
  • એસ્ટ્રોફોટોગ્રાફી માટે તેમાં starry મોડ મળશે.
  • ફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4200mAh બેટરી મળશે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • કનેક્ટિવિટી ફોનમાં બ્લુટૂથ 5.0, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ અને USB ટાઈપ સી પોર્ટ મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme X3 series to launch in India on June 25, Realme X3 SuperZoom to get 60X digital zoom support


from Divya Bhaskar https://ift.tt/3hEvqck

No comments:

Post a Comment