આજના દિવસની ઉજવણી ફાધર્સ ડે તરીકે કરવામાં આવી રહી છે. જો તમે આજના દિવસે તમારા પિતાને કોઈ ગિફ્ટ આપવા માગો છો તો ફિટનેસ અને અન્ય ગેજેટ આપી શકો છો. આ ગેજેટ તેમને પર્સનલ અસિસ્ટ પણ કરશે અને તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. આ ગેજેટનું લિસ્ટ નીચે મુજબ છે:
1. ટ્રિમર

હાલ અનલોક 1માં સલૂન તો ચાલુ છે પણ સોશિયલ ડિસ્ટનસિંગને ધ્યાનમાં રાખી ભીડવાળી જગ્યાએ ન જવું હિતાવહ છે. તમારા પિતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખી તેમને ટ્રિમર ગિફ્ટ આપી શકાય છે જેથી તેઓ ઘરે બેઠાં જ શેવિંગ કરી શકે. માર્કેટમાં શાઓમી, સિસ્કા, ફિલિપ્સ, હેવલ્સ, પેનાસોનિક સહિતની અનેક બ્રાન્ડ્સના ટ્રિમર અવેલેબલ છે. 1000 રૂપિયાથી તેની શરૂઆત થાય છે.
2. નેકબેન્ડ

જો તમારા પિતા સંગીતના શોખીન છે તો નેકબેન્ડ તેમના માટે ઉત્તમ ગિફ્ટ છે. મોર્નિંગ વોક, ભોજન લેતા અને નવરાશના પળોમાં તમારા પિતા તેનો ઉપયોગ કરી શકે છે. તેમાં કોલિંગ આન્સરનો પણ ઓપ્શન મળે છે. તેથી તેમને 24 કલાક ફોન સાથે રાખવાની જરૂર નથી. બજારમાં રિઅલમી, નોઈસ, બોલ્ટ, શાઓમી, વનપ્લસ, સોની અને સેમસંગ સહિતની બ્રાન્ડ્સના નેકબેન્ડ મળે છે. 1200 રૂપિયાની આસપાસ નેકબેન્ડની કિંમતની શરૂઆત થાય છે.
3. પોર્ટેબલ સ્પીકર

જો તમારા ફાધરને ગળામાં લટકેલો નેકબેન્ડ પસંદ નથી તો પોર્ટેબલ સ્પીકર ગિફ્ટ કરી શકો છો. પોર્ટેબલ સ્પીકર અલગ અલગ સાઈઝના આવે છે. તેમાં પોકેટ સાઈઝથી લઈ જમ્બો સાઈઝ અવેલેબલ હોય છે. તમારા પિતાની જરૂરત હિસાબે તમે તેની પસંદગી કરી શકો છો. બજારમાં સોની, પોર્ટોનિક્સ, બોટ, જેબીએલ સહિતના પોર્ટેબલ સ્પીકર અવેલેબલ છે. બજારમાં પોકેટ સાઈઝ સ્પીકર 1000 રૂપિયાની આસપાસ મળી રહે છે.
4. પોર્ટેબલ લેમ્પ

જો તમારા પિતાને બુક્સ વાંચવાનો શોખ છે તો પોર્ટેબલ લેમ્પ ગિફ્ટ માટે સારો વિકલ્પ છે. માર્કેટમાં શાઓમી, પોર્ટોનિક્સ સહિતની કંપનીઓના પોર્ટેબલ લેમ્પ ઉપલબ્ધ છે. 1500 રૂપિયાની અંદર અનેક વેરાયટી મળે છે.
5. ફિટનેસ બેન્ડ

તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ફિટનેસ બેન્ડ સારો રહેશે. બજારમાં ઘણી રેન્જના ફિટનેસ બેન્ડ અવેલેબલ છે. હાર્ટ રેટ, સ્ટેપ્સ અને કેલરી બર્ન ફીચર ધરાવતા અનેક બેન્ડ ઉપલબ્ધ છે. હવે તો માર્કેટમાં બ્લડ ઓક્સીજન લેવલ મોનિટરિંગ કરતાં પણ બેન્ડ લોન્ચ થયાં છે. સામાન્ય બેન્ડ 1500 રૂપિયાની આસપાસ મળી રહે છે.
6. સારેગામા કારવાં

જો તમારા પિતાને કિશોર દા, મોહમ્મદ રફી, લતા મંગેશ્કર જેવા મ્યૂઝિક હસ્તીઓના ગીતો સાંભળવા ગમે છે તો સારેગમા કારવાં બેસ્ટ ઓપ્શન છે. તેમાં લિજેન્ડ્સ, ગુરુવાણી, ભગવીત ગીતા, ભક્તિના અનેક ગીતો પ્રિલોડેડ હોય છે. તેનાં 2 ઓપ્શન અવેલેબલ છે. નાનાં વર્ઝની કિંમત 2350 રૂપિયા છે અને મોટું મોડેલ 7 હજાર રૂપિયાની આસપાસ મળી રહે છે.
7. સ્માર્ટવોચ

હાઈટેક ગેજેટ ગિફ્ટ આપવા માટે સ્માર્ટવોચ સારી રહેશે. સ્માર્ટવોચ હાર્ટ રેટ, સ્ટેપ્સ વોક, સ્લીપ ટ્રેકિંગ કરે છે. ઘણી સ્માર્ટવોચમાં ડ્રિન્કિંગ વોટર અને સ્ટેન્ડ અપ રિમાઈન્ડર પણ મળે છે. તેથી સ્માર્ટવોચ તમારા પિતાના પર્સનલ અસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. સારી કંપનીની સ્માર્ટવોચ 3 હજાર રૂપિયાની આસપાસ મળી રહે છે. વધારે ફીચર્સ વાળી સ્માર્ટવોચની કિંમત વધારે હોય છે.
8. ફીચર ફોન

જો તમારા પિતા સ્માર્ટફોન ઓપરેટ કરવામાટે સક્ષમ નથી તો ફીચર ફોન ગિફ્ટ આપી શકાય છે. તેમાં લાંબી બેટરી લાઈફ મળે છે અને તેને ઓપરેટ કરવા પણ એકદમ સરળ હોય છે. સામાન્ય રીતે બજારમાં 600-700 રૂપિયામાં ફીચર ફોન મળી રહે છે પરંતુ બ્રાન્ડેડ ફીચર ફોન 1500 રૂપિયાની આસપાસ મળી રહે છે.
9. સ્માર્ટફોન

જો તમારા પિતા પાસે પહેલાંથી ફીચર ફોન છે અને તેઓ તેનાથી બોર થઈ ગયા છે તો તેમને સ્માર્ટફોન ગિફ્ટ કરી શકાય છે. માર્કેટમાં ઘણા બજેટ સ્માર્ટફોન અવેલેબલ છે. તેમાં નોકિયા, સેમસંગ, શાઓમી, રિઅલમીના સ્માર્ટફોન સામેલ છે. તમારા પિતા કેટલા ટેક ફ્રેન્ડલી છે તેને આધારે સ્માર્ટફોનની પસંદગી કરી શકાય છે.
10.મોબાઈલ સેનિટાઈઝર

ફોનશોપ 3 તે ડેડ માટે છે જે પોતાના ફોનને હંમેશાં ચોખ્ખો રાખવા માગે છે. યુવી લાઈટની મદદથી તે 99.99 ટકા બેક્ટેરિયાનો નાશ કરે છે. તેમાં કોઈ પણ ફોન સમાઈ શકે છે. સ્માર્ટવોચ, હેડફોન, ક્રેડિટ કાર્ડ અને ચાવી પણ રાખી શકો છો. તે માટે તમારે માત્ર 4200 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
11. ડિજીટલ પેપર

આ ગિફ્ટથી પેપરની જરૂરિયાતો બધી પૂરી થઇ જશે અને ખાસ તે પિતા માટે જેમને આજે પણ ટાઈપ કરવાથી પણ વધારે લખવાનું પસંદ છે. આની પર એપની મદદથી નોટ્સ ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકો છો. તેને ખરીદવા તમારે આશરે 15,000 રૂપિયા ખર્ચવા પડશે.
12. BP મોનિટર

જો તમારા પિતાને બીપી જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે તો તેમને એક જોરદાર બીપી મોનિટર મશીન ગિફ્ટ કરો. જેની મદદથી તે ઘરમાં જ પોતાના પલ્સ રેટ અને બ્લડ પ્રેશર માપી
શકશે. સાથે જ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકશે. આ મશીન 2000 રૂપિયાની અંદર મળી જશે.
13.ટ્રેકિંગ કી-ચેઈન

પિતા ઘણીવાર સામાન રાખીને ભૂલી જાય છે તો તેમને ગિફ્ટના રૂપે ટ્રેકિંગ કી-ચેઈન આપી શકો છો. તેને મોબાઈલ સાથે પણ કનેક્ટ કરી શકો છો. તમે તેને એ દરેક સામાનમાં મૂકી શકો
છો, જે ખોવાઈ જવાનો ડર લાગતો હોય. આ નાનકડા ડીવાઈસની મદદથી તમે મોબાઈલ પર તેનું લોકેશન જોઈ શકો છો. તેને કાર અને બાઈકમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે, આથી તમારે પાર્કિંગમાં પડેલી ગાડીને શોધવાની મહેનત નહિ કરવી પડે. માર્કેટમાં તેની કિંમત આશરે 500 રૂપિયા છે.
14. વાઈ-ફાઈ સિસ્ટમ

હાલના દરેક સ્માર્ટ ગેજેટ્સ ઇન્ટરનેટ પર નિર્ભર છે. તેવામાં ડેડને વાઈ-ફાઈ રાઉટર અથવા તો ડોન્ગલ ગિફ્ટ કરી શકો છો. તેમાં એકસાથે ઘણા ડીવાઈસ કનેક્ટ કરી શકાય છે. એટલે કે
સ્માર્ટફોન,લેપટોપ અને અન્ય સ્માર્ટ ડીવાઈસને અલગ-અલગ ચાર્જ કરવાની માથાકૂટ નહિ રહે. માર્કેટમાં તેની પ્રારંભિક કિંમત 1000 રૂપિયા છે.
15. પાવરબેન્ક

પપ્પાની સ્માર્ટવોચ કે સ્માર્ટ ગેજેટમાં જલ્દી બેટરી પૂરી થઇ જાય છે, તો તેમને પાવરબેન્ક ગિફ્ટના રૂપે આપી શકાય છે. આથી તેઓ બેટરીની ચિંતા કર્યા વગર તેનો ઉપયોગ કરી શકે.
માર્કેટમાં 10000mAhથી લઇને 30000mAh બેટરી કેપેસિટીવાળી પાવરબેન્ક ઉપલબ્ધ છે. તેની કિંમત 700-800 રૂપિયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3emqrLo
No comments:
Post a Comment