કોરોનાવાઈરસને લીધે હવે વધારે હાઈજીન પ્રેક્ટિસ કરવાની જરૂર છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ વાઈરસથી બચવા માટે હાથ ધોવાની એક ચોક્કસ રીત પણ જાહેર કરી છે. વાઈરસના કહેર વચ્ચે કોઈ પણ વ્યક્તિ ગાઈડલાઈન પ્રમાણે જ સાબુ વડે હાથ ધોવે તે હિતાવહ છે. તેના માટે જાપાનની ફુજિત્સુ કંપનીએ હાથ ધોવાની રીત પર ધ્યાન રાખતું AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) મોનિટર બનાવ્યું છે. આ મોનિટર વ્યક્તિએ યોગ્ય રીતે હાથ ધોયા કે નહીં તેનું ધ્યાન રાખે છે.
ફુજિત્સુ કંપનીનું આ AI મોનિટર સાબુ નો ઉપયોગ ન કરવામાં આવે તો અલર્ટ આપે છે. જોકે આ મોનિટરનું કામ કંપનીએ કોરોનાવાઈરસ પહેલાં જ શરૂ કર્યું હતું અને ખરા સમયે તે કામ લાગી રહ્યું છે. તેમાં ક્રાઈમ સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફૂડ ઈન્ડસ્ટ્રી અને મેડિકલ ક્ષેત્રે આ ટૂલનો ઉપયોગ જરૂરી છે. આ જાપાની AI ટૂલ જાપાનની હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કરેલાં 6 સ્ટેપ પ્રમાણે હોથ ધોવામાં આવી રહ્યા છે કે કેમ તેની ખાતરી કરે છે. તે હથેળી, અંગુઠો, આંગળીઓની વચ્ચેની જગ્યા, કાડું અને નખ બરાબર સાફ થયા છે કે નહીં તેની નજર રાખે છે.
જોકે, AI માણસોની ઓળખાણ કરતું નથી પરંતુ તે વ્યક્તિના હાથ ધોવાની રીત પરથી જાણી શકાય છે. કંપનીએ મોનિટરને તાલીમ આપવા 2000 હેન્ડ વોશિંગ પેટર્ન પર પ્રયોગ કર્યો હતો. આ ટૂલની આગળ વ્યક્તિ હાથ ધોવે તો તે ‘હેપ્પી બર્થડે’ સોન્ગ વગાડે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fEzh7m
No comments:
Post a Comment