Sunday, 21 June 2020

ઉત્તર કોરિયાના હેકર્સ મેઈલ કરીને 20 લાખ ભારતીયોનાં અકાઉન્ટ હેક કરી શકે છે

હાલ લોકડાઉનને લીધે સાઈબર ક્રાઈમમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર ભારત સહિત 6 દેશો પર આજે ઉત્તર કોરિયાના હેકર્સ હુમલો કરવાના છે. હેકર્સ ફ્રોડ ઈમેઈલનાં માધ્યમથી લોકોનાં અકાઉન્ટ હેક કરી શકે છે.

બિઝનેસ ટેક્નોલજી વેબસાઈટ ZDNetના રિપોર્ટ અનુસાર, ભારત, દક્ષિણ કોરિયા, જાપાન, ઈંગ્લેન્ડ અને અમેરિકામા કુલ 50 લાખ નાની મોટી બિઝનેસ એન્ટરપ્રાઈઝ પર હુમલો થઈ શકે છે. હેકર્સ ગ્રૂપ તેની ફાઈનાન્સિયલ કેમ્પેઈન હેઠળ હેકિંગ કરશે.

ભારતના 20 લાખ યુઝર્સના આઈડી સામેલ
રિપોર્ટ અનુસાર આ હેકર્સ ગ્રૂપ Lazarus છે. તેમના દાવા પ્રમાણે આ ગ્રૂપ પાસે જાપાનના 11 લાખ ઈમેઈલ આઈડી, ભારતના 20 લાખ અને ઈંગ્લેન્ડના 1.80 લાખ ઈમેઈલ આઈડી છે. હેકર્સ તમામ ઈમેઈલ આડી પર ફ્રોડ મેઈલ કરશે અને જો યુઝર્સે તેમા રેહલી ફેક વેબસાઈટ પર ક્લિક કર્યું તો હેકર્સ પાસે યુઝર્સની તમામ વિગતો આવી જશે.

CERTને અલર્ટ અપાયું
સિંગાપોરની કેટલીક કંપનીઓને ફ્રોડ મેઈલ પણ મળવા લાગ્યા છે. સિગાપોરની સાઈબરસિક્યોરિટી ફર્મ સાઈફર્મે ભારત સહિત અનેક દેશોની સરકારી CERT (કમ્પૂટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ)ને અલર્ટ આપ્યું છે.

Lazarus હેકર્સ ગ્રૂપ
Lazarus હેકર્સ ગ્રૂપે વર્ષ 2014માં સોની પિક્ચર્સ એન્ટરટેઈમેન્ટ અને વર્ષ 2017માં અનેક દેશોમાં વોનક્રાય રેન્સમવેર અટેક કર્યો હતો. Lazarus ગ્રૂપ ઉત્તર કોરિયાના ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા કન્ટ્રોલ થાય છે તેવુ માનવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
North Korean hackers can hack the accounts of 2 million Indians by mail


from Divya Bhaskar https://ift.tt/3doqo06

No comments:

Post a Comment