Wednesday, 24 June 2020

16MP પોપ અપ સેલ્ફી ધરાવતા ‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ના પ્રથમ સેલમાં ગણતરીની મિનિટોમાં જ તમામ યુનિટ્સ વેચાઈ ગયાં

અમેરિકન ટેક કંપનીના મિડલરેન્જ સ્માર્ટફોન ‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’નો પ્રથમ સેલ બુધવારે યોજાયો હતો. ચાઈનીઝ પ્રોડક્ટ્સનાવિરોધ વચ્ચે અને ફોનનાં કેટલાક ખાસ ફીચર્સને કારણે ગણતરીની મિનિટોમાં જ તમામ યુનિટ્સ વેચાઈ ગયાં હતા. ફોનનાં સિંગલ 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. ફોનમાં 16MPનો પોપ અપ સેલ્ફી કેમેરા અને 64MP પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર આપવામાં આવ્યું છે. કંપનીએ ટ્વીટ કરી તમામ યુનિટ્સ વેચાઈ ગયા બદલ ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો છે.

કંપનીએ તમામ યુનિટ્સ વેચાઈ ગયા હોવાની તો માહિતી આપી છે, પરંતુ તેનો આંકડો હજુ સુધી જાહેર કર્યો નથી. ફોનનો આગામી સેલ કયારે યોજાશે તેના વિશે પણ મૌન સાધ્યું છે.

‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ની ખાસ વાતો

  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા છે.
  • ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 128GBનું છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 1 TB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
  • તેમાં સાઈડ માઉન્ટેડ ગૂગલ ડેડિકેટેડ બટન આપવામાં આવ્યું છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, વાઈફાઈ 802.11ac. બ્લુટૂથ 5.0, GPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.

‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.5 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1080x2340 પિક્સલ
OS એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G

રિઅર કેમેરા

64MP + 8MP + 5 MP + 2 MP

ફ્રન્ટ કેમેરા

16MP પોપઅપ

રેમ 6GB

સ્ટોરેજ 128GB

બેટરી

5000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
વજન 210 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The first sale of Motorola One Fusion Plus with 16MP pop-up selfie camera sold out all the units within minutes


from Divya Bhaskar https://ift.tt/2Zaoifp

No comments:

Post a Comment