Thursday, 25 June 2020

AIથી રસી બનાવવામાં મદદ, ફેસ રેકગ્નિશન કોરોના દર્દીઓ પર નજર રાખે છે તો રોબોટ સારસંભાળ અને સાફ-સફાઈ કરી રહ્યા છે

કોરોનાવાઈરસને લીધે લોકો એક ભય સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. તેવામાં ટેક્નોલોજી સારો વિકલ્પ બની છે. ટેક્નોલોજીને લીધે કોરોના સામેની જંગમાં લડત આપવા અનેક રીતે મદદ મળી રહી છે. સરકાર ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને મદદ કરી રહી છે.

ટેક એક્સપર્ટ બાલેંદુ દાધીચનું માનવું છે કે, આ જ ટેક્નોલોજીની સૌથી મોટી મદદ છે. AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), એનાલિટિક્સ, ક્લાઉડ, મોબાઈલ અને સોશિયલ પ્લેટફોર્મ્સ ટેક્નોલોજીના વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા છે.

તો ટેક ગુરુ અભિષેક તૈલંગ AI, રોબોટિક્સ સાથે ટેક ફ્યુઝનને પણ મહત્ત્વ આપી રહ્યા છે. ચીનમાં દર્દીઓની દેખરેખ માટે રોબોટનો સહારો લેવાઈ રહ્યો છે. રોબોટની મદદથી આઈસોલેશન વોર્ડમાં દવાઓ અને જમવાનું પહોંચાડવામાં આવે છે. સાથે જ રોબોટ મેડિકલ વેસ્ટ અને ચાદરો લેવાનું કામ કરી રહ્યાં છે.

‘લિટિલ પીનટ્સ’ નામનો રોબોટ હોટેલ્સમાં ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકો સુધી જમવાનું પહોંચાડે છે. અમેરિકામાં ‘વિસી’નામનો રોબોટ મેડિકલ ટીમ અને દર્દીઓ વચ્ચે કોર્ડિનેશનનું કામ કરે છે. તેવી જ રીતે ચેટબોટ યાત્રીઓને લેટેસ્ટ ટ્રાવેલ એડવાઈઝરી આપી રહ્યા છે.

કોરોના સામે લડવામાં ટેક્નોલોજી કેવી રીતે મદદ કરે છે?
AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)

બાલેંદુ દાધીચ અને અભિષેક તૈલંગ બંનેનું માનવું છે કે, કોરોના સામેની જંગમાં ટેક્નોલોજીનું મુખ્ય યોગદાન કોરોના સામેની લડતની પ્રક્રિયાને વેગ આપવાનું છે. તેનાથી રિસ્પોન્સ ટાઈમ ઓછો થયો છે. ગૂગલ ડીપમાઈન્ડે ‘અલ્ફા ફોલ્ડ’ સિસ્ટમ બનાવી છે, જે પ્રોટીનના જિનેટિક સિક્વન્સનું 3D સ્ટ્ર્ક્ચર પ્રિડિક્ટ કરવામાં સક્ષમ છે.

આ સ્ટ્ર્ક્ચર સમજવાથી રિસર્ચ કરનારા સંશોધકોને રસી બનાવવા માટે કમ્પોનન્ટ શોધવામાં મદદ મળે છે. તેવી જ રીતે રિલવન્ટ રિસર્ચ પેપરને એક જગ્યાએ લાવવા માટે AI મદદગાર બની રહી છે. એલન ઈનસ્ટિટ્યૂટ અને ગૂગલ ડીપ માઈન્ડે આ પ્રકારનું ટૂલ પણ બનાવ્યું છે, જે સંશોધકોને એકબીજાનાં રિસર્ચના પરિણામ અને ડેટા સરળતાથી શેર કરે છે. ક્લાઉડ કમ્પ્યૂટિંગની ભૂમિકા પણ અગત્યની છે, જે તમામ પરિણામો ખૂબ ઓછા સમયમાં એકબીજાને ઉપલબ્ધ કરાવે છે.

યુનિવર્સિટી ઓફ ટેક્સાસ અને ત્યાંની નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટે બાયોલોજી ટેક્નિકની મદદથી વાઈરસના સ્પાઈક પ્રોટીનનું 3D મેપ બનાવ્યું છે. જેનાથી વાઈરસના ઈન્ફેક્શનની પ્રક્રિયાને સમજી શકાય છે. આ પ્રોટીન જ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરીને તેના કોષને સંક્રમિત કરવા માટે જવાબદાર છે.

તેનાથી વેક્સીનના કમ્પોનન્ટ બનાવવામાં મદદ મળી રહી છે. ટેક્નોલોજીના ભવિષ્યમાં જબરદસ્ત પરિવર્તન લાવનાર AI ટેક્નિકમાં ગૂગલ, માઈક્રોસોફ્ટ, અલીબાબા, બાયજૂ જેવી કંપનીઓ મોટા પ્રમાણમાં રોકાણ કરી રહી છે.

ફ્યુઝન ટેક્નોલોજીથી બ્રિધિંગ ડિવાઈસ-

અભિષેક તેલંગના જણાવ્યા પ્રમાણે, કેવી રીતે ટેક્નોલોજી ફ્યુઝન પણ કોરોનાની સામે લડવામાં મદદ કરી રહી છે. મર્સિડીઝ ફોર્મ્યુલા અને યુનિવર્સિટી કોલેજ લંડનના એન્જિનિયરોએ મળીને ફોર્મ્યુલા વન કાર્સમાં ઉપયોગ કરવામાં આવતી ટેક્નોલોજીની મદદથી વેન્ટિલેટર જેવું સીપીએપી ડિવાઈસ બનાવ્યું છે, જે સીધા દર્દીના ફેફસાંમાં ઓક્સિજનનો સપ્લાય કરી શકે છે.

આ ઉપકરણ અગાઉન ઉપકરણોથી 70 ટકા ઓછો ઓક્સિજનનો ઉપયોગ કરીને પણ નોંધપાત્ર માત્રામાં ઓક્સિજનની બચત પણ કરે છે. વેલ્સની ગ્લેનવિલી હોસ્પિટલના ડો. રે થોમસે નવા પ્રકારનું એક વેન્ટિલેટર બનાવ્યું છે જે ન માત્ર દર્દીઓને ઓક્સિજન આપવાનું કામ કરે છે, પરંતુ રૂમમાંથી સંક્રમિત કણોને દૂર કરીને દર્દીને તાજી હવા આપવાનું કામ પણ કરે છે. આ પ્રકારના ઈનોવેશન સમગ્ર દુનિયામાં થઈ રહ્યા છે અને તેનો ઉપયોગ પણ શરૂ થઈ ગયો છે.

કોન્ટેક્ટલેસ ઓપરેશન-

સેલ્ફ ડ્રાઈવિંગ કાર, ડ્રોન અને રોબોટ્સ તે તમામ જગ્યાએ મદદરૂપ થાય છે, જ્યાં હ્યુમન કોન્ટેકથી બચવાનું છે. સંક્રમિત લોકો અથવા દર્દીઓને અહીંથી ત્યાં લઈ જવામાં આ પ્રકારની કાર ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. અભિષેક તેલંગ જણાવે છે કે, રોબટ્સ દર્દીઓને ખાવાનું આપવાનું, તેમના સ્વેબ અને અલ્ટ્રાસાઉન્ટ ટેસ્ટિંગ, હોસ્પિટલોની સાફ-સફાઈમાં મદદ કરી શકે છે. તે ઉપરાંત રોબોટ જટિલ સર્જરીનું કામ પણ કરી રહ્યા છે.

આપણા દેશની વાત કરીએ તો ઘણી હોસ્પિટલોમાં રોબોટ આસિસ્ટેડ થઈ રહી છે. તે ઉપરાંત ડ્રોનની મદદથી ફૂડ ડિલિવરી અને મેડિસિનને ક્વોરન્ટિન કરવામાં આવેલા લોકો સુધી પહોંચાડી શકાય છે. એપોલો કંપની અને ચીનની બાયજૂએ પ્રકારના કામ માટે નિયોલિક્સ નામનું સ્ટાર્ટઅપ પણ બનાવ્યું છે, જે સેલ્ફટ્રાઈવિંગ વ્હીકલ બનાવવાનું કામ કરશે.

ચીનની સૌથી મોટી કુરિયર કંપની એસએફે તો વુહાનની હોસ્પિટલોમાં મેડિકલ સપ્લાય માટે મોટી સંખ્યામાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. એ જ રીતે અમેરિકાની એમઆઈટીએ એક ટેક્નોલોજી બનાવી છે જે દર્દીઓની હેલ્થને વાયરલેસ સિગ્નલની મદદથી મોનિટક કરી શકે છે. આ સિગ્નલો દૂર બેઠેલા ડોક્ટરોને મોકલવાનું કામ કરી શકે છે.

ફોનથી થશે કોન્ટેક્ટ ટ્રેસિંગ-

ગૂગલે એપલની સાથે મળીને આ પ્રકારની ટેક્નોલોજી બનાવી છે, જે કોરોના દર્દીઓ વિશે તમને જાણકારી આપશે. તે API એક જટિલ BLB BEACON પ્રોટોકોલ સિસ્ટમ પર કામ કરે છે જે ડિફોલ્ટ સર્વિસ તરીકે તમારા ફોનમાં રહેશે.

અભિષેક તેલંગનું કહેવું છે કે, એક્સ્પોઝર નોટિફિકેશન નામનો ખૂબ ઉપયોગી API (એપ્લિકેશન પ્રોગ્રામ ઈન્ટરફેસ) છે, ટૂંક સમયમાં આ ટેક્નોલોજી iOS અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર ઉપબલ્ધ થશે.

તેમાં બ્લૂટૂથની મદદથી બે ફોન કનેક્ટ થાય છે. સંમતિ સાથે ડેટા શેર થાય છે, જેનાથી ઈન્ફેક્ટેડ વ્યક્તિ વિશે સંપર્કમાં આવેલ વ્યક્તિને ઈન્ફોર્મેશન મળી જાય છે. જો કે, હજી તે પ્રારંભિક તબક્કામાં છે, જેનું ટ્રાયલ લગભગ 22 દેશોમાં ચાલી રહ્યું છે. તેના પરિણામો આવતાની સાથે આ API દેશોની પબ્લિક હેલ્થ એજન્સીઓને સોંપવામાં આવશે, જેની મદદથી તેઓ સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ સરળતાથી કરી શકશે.

સોશિયલ મીડિયાથી તાકાત અને જાગૃતતા-

માઈક્રોસોફ્ટે એક ઇન્ટરેક્ટિવ મેપ બનાવ્યો છે જે કોરોના વિશે યોગ્ય જાણકારી આપશે. આ પ્રકારના લોકપ્રિય સોશિય મીડિયા પ્લેટફોર્મ ટિકટોકે WHOની સાથે કોરોના વિશે સાચા તથ્યો અને જાણકારી આપવા માટે હાથ મિલાવ્યો છે. WHOએ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુઝર અહીં તેમને સવાલ પણ પૂછી શકે છે.
બાલેંદુકહે છે કે ભલે ફેક ન્યૂઝનો સૌથી મોટો સોર્સ સોશિયલ મીડિયા હોય પરંતુ તેને જ લોકોને જાગૃત કરવામાં સૌથી મહત્ત્તવની ભૂમિકા નિભાવી છે. તેમને પ્રભાવિત કરવામાં, લોકોની વચ્ચે કમ્યુનિકેશનને બનાવી રાખવામાં અને તેમને જોડાયેલા રાખવામાં સોશિયલ મીડિયાનો મહત્ત્વનો રોલ છે. તેના વગર લોકડાઉનમાં આઈસોલેશનની ફિલિંગનો સામનો કરવો મુશ્કેલ હોત.

ટ્રેકિંગ માટે ફેશિયલ રેકગ્નિશન

દર્દીઓ માટે આ ટેક્નોલોજી બનાવવામાં આવી છે. આ ટેક્નોલોજી દર્દીએ માસ્ક પહેરેલું હોય તો પણ તેની ઓળખ કરે છે. આ ટેક્નોલોજી CCTV કેમેરા સાથે કામ કરી ક્વૉરન્ટીન કરાયેલા લોકો પર નજર રાખવા માટે પણ મદદરૂપ છે.

આ ટેક્નોલોજી અન્ય લોકોને સંક્રમિતોની માહિતી આપવામાં કામ લાગી શકે છે. હોસ્પિટલમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ થવાનો શરૂ થયો છે. એકસપર્ટ્સનું માનવું છે કે, આ ટેક્નોલોજીનો ઉપયોગ ટૂંક સમયમાં બહોળા પ્રમાણમાં થશે.

ટેલિ મેડિસિનથી રિમોટ એરિયામાં મદદ

અમેરિકાના શિકાગોમાં આવેલી રશ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરે એક વર્ચ્યુઅલ મેડિકલ લાઈન સેટઅપ કર્યું છે, જે કોરોના દર્દીઓની તપાસમાં મદદ કરે છે. આ ટેક્નોલોજીની મદદથી ત્યાં રહેતા રિમોટ એરિયામાં રહેતા લોકોની દર્દીઓની તપાસમાં ઘણી મદદ મળી રહી છે.

સરળ અને ઉપયોગી ડિવાઈસનું ઇનોવેશન

બાલેંદુએ કહ્યું કે, કોરોના જેવી બીમારી વિરુદ્ધ સરળ પણ ઘણું ઉપયોગી ડિવાઈસ જોઈએ છે, જે લોકોને સુરક્ષિત રાખે અને સારવારમાં મદદ કરે. ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે, કોરોના વાઈરસ ઘણી સપાટી પર કલાકોથી લઇને અનેક દિવસો સુધી જીવિત રહી શકે છે. આ વાઈરસ સ્ટીલની સપાટી પર ત્રણ દિવસ સુધી જીવિત રહે છે. દરવાજાનું હેન્ડલ સૌથી કોમન જગ્યા છે, જ્યાં દિવસમાં ઘણી બધીવાર આપણે સ્પર્શ કરીએ છીએ. અહિ સંક્રમણનું જોખમ પણ સૌથી વધારે હોય છે. ડોર ઓપનર્સ ઘણું નાનું ઇન્વેન્શન છે, જે સંક્રમણ રોકવમાં ઉપયોગી સાબિત થયું છે. ઘણી સરળ રીતે દરવાજો ખોલી શકાય છે અમે તેને સેનિટાઈઝ પણ કરી શકાય છે.

લંડનના ડિઝાઈનર સ્ટીવ બ્રુક્સે આ પ્રકારનું ડોર ઓપનર બનાવ્યું છે, જેને ‘હાઈજીન હુક’ નામ અપાયું છે. તેને ખિસ્સામાં સાથે રાખી શકાય તેટલું નાનું છે. તેની મદદથી કોઈ પણ દરવાજો ખોલી શકાય છે અને સરળતાથી સેનિટાઈઝ પણ કરી શકાય છે.

UV સ્ટેરેલાઈઝર વાયરલેસ ચાર્જર-

આ ડિવાઈડ તમારા મોબાઈલ, ચાર્જર, ઘડિયાળ, ઇયરફોનની સપાટી પરથી જોખમી જર્મ્સને દૂર કરવાનું કામ કરે છે. આ ડિવાઈસ માર્કેટમાં પણ આવી ચૂક્યું છે.

વેજીટેબલ એન્ડ ફૂડ ડિસઇન્ફેક્ટંટ

આ ટેક્નોલોજીની મદદથી તમે શાકભાજી અને ફળ પરથી જોખમી પેસ્ટીસાઈડ દૂર કરી શકો છો. ઘણી કંપનીઓએ આ ડિવાઈસનું પ્રોડક્શન શરુ કરી દીધું છે, તે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Coronavirus Vaccine Update | Artificial Intelligence (AI) To Speed Up The Search For Coronavirus (Covid 19) Treatments And Vaccines


from Divya Bhaskar https://ift.tt/3fVr12V

No comments:

Post a Comment