એપલના એરડ્રોપ ફીચરની જેમ ટૂંક સમયમાં એન્ડ્રોઈડનું નિયરબાય શેરિંગ ફીચર લોન્ચ થઈ શકે છે. જેમ એરડ્રોપની મદદથી iOS યુઝર્સ ઈન્ટરનેટ વગર ફાઈલ શેરિંગ કરી શકે છે તેવી જ રીતે એન્ડ્રોઈડનું નિયરબાય શેરિંગ ફીચર કામ કરશે. ટેક ટિપ્સ્ટર ડિન્સને ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
Nearby Sharing shows up in #chromebook settings pic.twitter.com/Z2V5UrgPT4
— Dinsan (@_dinsan) June 19, 2020
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ડ્રોઈડ આ ફીચર પર છેલ્લાં 1 વર્ષથી કામ કરી રહી છે. એન્ડ્રોઈડનાં ફાઈલ શેરિંગ ફીચરથી ઈન્ટરનેટ વગર ફોટો, વીડિયો, લિંક સહિતનો ડેટા ટ્રાન્સફર કરી શકાશે.આ ફીચર વિન્ડોઝ, લિનક્ષ, ક્રોમ OS સહિતના પ્લેટફોર્મ પર સપોર્ટ કરશે. ગૂગલ ક્રોમ બ્રાઉઝર ધરાવતા ડિવાઈસ હોલ્ડર તેનો ઉપયોગ કરી શકશે.
ગૂગલનું આ ફીચર ગૂગલ પ્લે સર્વિસ દ્વારા લોન્ચ થઈ શકે છે. આ ફીચરથી ડેસ્કટોપ યુઝર્સ મોબાઈલ યુઝર્સને પણ ડેટા શેર કરી શકશે. જોકે ગૂગલે આ ફીચર અને તેનાં લોન્ચિંગ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fKFH4P
No comments:
Post a Comment