ટેક જાયન્ટ ગૂગલે પ્લે સ્ટોર પરથી Mitron અને Remove China Apps ડિલીટ કરી છે. તેને લીધે અનેક યુઝર્સ ટ્વિટર પર પોતોના આક્રોશ ઠાલવ્યો હતો. તેને જોતાં આખરે કંપનીએ આ એપ્સનું પત્તું કાપવા અંગે સ્પષ્ટતા કરી છે. ગુરુવારે કંપનીએ જણાવ્યું કે, આ બંને એપ યુઝર્સ પોલિસીનું ઉલ્લંઘન કરતી હતી તેથી તેને હટાવી છે.
ગૂગલ પ્લે સ્ટોરના ઉપાધ્યક્ષ સમીર સામંતના જણાવ્યા અનુસાર, જ્યારો કોઈ એપ અન્ય એપને સફાયો કરે છે તો ગૂગલ ડેવલપર્સ માટે તેને પ્રતિકૂળ માને છે.
બંને એપ્સને લાખોમાં ડાઉનલોડ્સ મળ્યા હતા
Remove China Apps એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં રહેલી ચીનમાં બનેલી એપ્સ શોધીને તેને ડિલીટ કરે છે. તેને ગૂગલ પ્લે સ્ટોર પર 10 લાખથી વધારે ડાઉનલોડ્સ મળ્યા હતા. તો બીજી તરફ ટિકટોકના સ્વેદશી વિકલ્પ તરીકે આવેલી Mitron એપને 50 લાખથી વધારે ડાઉનલોડ્સ મળ્યા હતા.
પ્લે સ્ટોર પર Mitron એપનું કમબેક થઈશકે છે
આ એપને ટેક્નિકલ પોલિસીના ઉલ્લંઘન માટે હટાવી હતી. સમીરના જણાવ્યા અનુસાર, એપના ડેવલપર્સ સાથે વાચચીત ચાલી રહી છે, જે તેઓ આ સમસ્યા દૂર કરવામાં સફળ રહ્યા તો એપ પ્લે સ્ટોર પર કમબેક કરી શકે છે. એપના ડેવલપર્સને ગાઈડલાઈન્સ અપાઈ છે.
‘Mitron’ એપ પાકિસ્તાનની એપ ‘ટિકટિક’નું રિબ્રાન્ડેડ વર્ઝન
‘Mitron’ એપ IIT રુરકીના વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે ડેવલપ કરી છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્ અનુસાર, એપ મૂળ પાકિસ્તાનની છે. પાકિસ્તાની શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટિકના સોર્સ કોડને માત્ર $34 (આશરે 2500 રૂપિયામાં) ઈરફાન દ્વારા વેચી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં Qboxus નામની કંપનીના CEO ઈરફાન શેખે આ એપ બનાવી છે.
Remove China Apps ગૂગલની પોલિસીનું ઉલ્લંઘન કરતી હતી
આ એપ ચાઈનીઝ એપ્સને રિમૂવ કરવાનું કામ કરતી હતી. તે ગૂગલની પોલિસીનું ઉલ્લંઘન છે. આ સિવયા એપનાં સેટિંગ્સમાં પણ કેટલીક ખામી જોવા મળી હતી. તેને લીધે પ્લે સ્ટોર પરથી તેને ડિલીટ કરાઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cAVzos
No comments:
Post a Comment