
ફેસબુકમાં એક નવાં ફીચરનો ઉમેરો થવા જઈ રહ્યો છે. જો યુઝર 3 મહિના જૂના ન્યૂઝ આર્ટકિલ શેર કરશે તો તેને પહેલાં ચેતવણી આપવા માટે પોપ અપ વિન્ડો શૉ થશે. તેમાં યુઝરને કહેવાશે કે આ આર્ટિકલ 90 દિવસ જૂનો છે તે ખરેખર તેને શેર કરવા માગે છે? તેમાં કન્ટિન્યૂ અને ગો બેક ઓપ્શન મળશે. ફેક ન્યૂઝને ડામવા અને લોકોમાં ગેર સમજ ઊભી ન થાય તે માટે ફેસબુકે આ નવાં ફીચરની જાહેરાત કરી છે.
જૂના સમાચારો ગેરસમજ ઉભી કરે છે: ફેસબુક
ફેસબુકના જણાવ્યા અનુસાર જૂના સમાચારો ગેરસમજ ઉભી કરે છે. લોકો સમાચારો વાંચી તો જાય છે, પરંતુ તેની ટાઈમલાઈન અર્થાત તે ક્યારે પબ્લિશ થયો તે જોતા નથી. આ લિમિટ નક્કી કરવાથી લોકો નક્કી કરી શકશે કે કેવા આર્ટિકલ વાંચવા જોઈએ, કેવા આર્ટિકલ પર ભરોષો કરી શકાય અને કેવા આર્ટિકલ શેર કરી શકાય.
ફેક ન્યૂઝને ડામવા કંપનીનો નિર્ણય
ફેસબુકે ખાસ કોરોનાવાઈરસને ધ્યાનમાં રાખીને આ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેથી આ કપરા સમયમાં લોકો બને તેટલા ફેક ન્યૂઝથી દૂર રહે અને નવી તેમજ સચોટ માહિતી તેમને મળી રહે.જોકે, તેનાં લોન્ચિંગ વિશે કોઈ માહિતી અપાઈ નથી. આ જ પ્રકારનાં ફીચરની જાહેરાત ટ્વિટરે પણ કરી છે. તેમાં યુઝરે ટ્વિટર પર ન્યૂઝ લિંક શેર કરવામાં આવતી લિંક ઓપન કરીને વાંચી છે કે કેમ તેની ખાતરી કરવા ટ્વિટર યુઝરને તે લિંક પહેલાં વાંચવા માટે કહેશે. જોકે ત્યારબાદ કોઈ પણ ન્યૂઝ લિંક શેર કરી શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CIpA9U
No comments:
Post a Comment