
TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ ગુરુવારે ગ્રાહકોની સુવિધા માટે ‘ટ્રાઈ ચેનલ સિલેક્ટર’ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી વિવિધ કેબલ ઓપરેટર્સના ગ્રાહકો પોતાની મનપસંદ ટીવી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકશે. સાથે જ ગ્રાહકોને જે ચેનલ અણગમતી લાગતી હોય તેને રિમૂવ પણ કરી શકાશે. અગાઉ આ કાર્ય ઓપરેટર લેવલે થતું હવે હવે માત્ર એપ દ્વારા થશે.
ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે ગ્રાહકોને અસુવિધા હતી
ટ્રાઈના જણાવ્યા અનુસાર, બ્રોડકાસ્ટ સર્વિસની નવી કિંમતો લાગુ કર્યા બાદ ગ્રાહકોએ તેમના સર્વિસ પ્રોવાઈડરના વેબપોર્ટલ અથવા એપ પરથી ચેનલની પસંદગી કરવી પડતી હતી. તેમાં ગ્રાહકોને કેટલીક અસુવિધા પડી રહી હતી. તેથી ટ્રાઈએ એક જ પ્લેટફોર્મ પર ગ્રાહકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે આ એપ ડેવલપ કરી છે.
એપને DTH અને કેબલ ઓપરેટર સાથે કનેક્ટ કરવામાં આવ્યાં
- એપ પર DTH સર્વિસ પ્રોવાઈડર અને મલ્ટિ સિસ્ટમ ઓપરેટર્સની માહિતી ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં અન્ય ઓપરેટર્સને પણ સામેલ કરવામાં આવશે.
- એપ ડાઉનલોડ કર્યા બાદ યુઝરે સર્વિસ પ્રોવાઈડરની પસંદગી કરી મોબાઈલ નંબર અને કસ્ટમર ID સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ પાસવર્ડ જનરેટ કરી OTP સબમિટ કરવાનો રહેશે.
iOS અને એન્ડ્રોઈડ યુઝર્સ બંને માટે એપ ઉપલબ્ધ
ટ્રાઈની આ એપ એપલ સ્ટોર અને પ્લે સ્ટોર બંને પર ઉબલબ્ધ છે. ગ્રાહકો એપનાં માધ્યમથી તેમને ગમતી ચેનલો સબસ્ક્રાઈબ કરી શકશે તો અણગમતી ચેનલો રિમૂવ પણ કરી શકશે. અત્યાર સુધીમાં એપને 10 હજારથી પણ વધારે ડાઉનલોડ મળી ચૂક્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31hPxHv
No comments:
Post a Comment