સેમસંગ કંપનીએ ભારતમાં ‘ગેલેક્સી A21s’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, આ સ્માર્ટફોન 48 મેગાપિક્સલના ક્વૉડ કેમેરાથી સજ્જ છે. તેમાં યુઝર્સને 5000 mAhની બેટરી મળશે. ફોનમાં પંચ હોલ ડિસ્પ્લેની સાથે 13 MPનો સેલ્ફી કેમેરા છે. કંપનીએ આ ફોન માર્ચ મહિનામાં ઇંગ્લેન્ડમાં લોન્ચ કર્યો હતો.
સેમસંગ ગેલેક્સી A21sસ્માર્ટફોનની કિંમત અને વેરિઅન્ટ
| 4GB+64GB | 16,499 રૂપિયા |
| 6GB+64GB | 18,499 રૂપિયા |
આ ફોનમાં બ્લેક, બ્લૂ અને વ્હાઈટ કલરનો ઓપ્શન ગ્રાહકોને મળશે. ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટની સાથે અન્ય ઓફલાઇન પ્લેટફોર્મ પર પણ થશે. વેચાણ 19 જૂનથી શરુ થશે.
‘સેમસંગ ગેલેક્સી A21s’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.5 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ઇન્ફિનિટી-O ડિસ્પ્લે |
| OS | એન્ડ્રોઈડ 10 |
| પ્રોસેસર | સેમસંગ Exynos 850 |
| રિઅર કેમેરા | 48 MP+ 8 MP + 2 MP + 2 MP |
| ફ્રન્ટ કેમેરા | 13 MP |
| રેમ | 4GB |
| સ્ટોરેજ | 64GB |
| બેટરી | 5000mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zIHcBm
No comments:
Post a Comment