
અમેરિકન મલ્ટિનેશનલ ટેક કંપની ડેલે ભારતમાં ‘ડેલ Latitude 9510’ લેપટોપ લોન્ચ કર્યું છે. આ બિઝનેસ લેપટોપની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણ રીતે AI (આર્ટિફિશિયલ ઈન્ટિલિજન્સ)થી સજ્જ છે. લેપટોપનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 1.49 લાખ રૂપિયા છે. મલ્ટિ ટાસ્કિંગ માટે તેમાં Dell Optimizer સોફ્ટવેર મળશે. કંપનીનો દાવા મુજબ. અન્ય 15 ઈંચના બિઝનેસ લેપટોપ કરતાં આ લેપટોપમાં સૌથી વધુ 34 કલાકની બેટરી લાઈફ મળે છે.
વેરિઅન્ટ
‘ડેલ Latitude 9510’નાં 2ઈન1 કન્વર્ટેબલ અને ક્લેશમેલ 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તે 5G રેડી મોબાઈલ બ્રોડબેન્ડ કેપેબિલિટી ધરાવે છે.
‘ડેલ Latitude 9510’નાં બેઝિક સ્પેસિફિકેશન
- આ લેપટોપમાં 10th જનરેશન ઈન્ટેલ vPro પ્રોસેસર મળે છે.
- તેની ડિસ્પ્લે 15 ઈંચની છે, જે ફુલ HD અને નોન ટચ છે.
- તેમાં એલ્યુમિનિયમ ફિનિશ ડિઝાઈન આપવમાં આવી છે.
- કનેક્ટિવિટી માટે તેમાં 5G, વાઈફાઈ 6 અને USB પોર્ટ સહિત અનેક સુવિધાઓ મળશે.
- હીટ એબ્સોર્બ્સ કરવા માટે લેપટોપમાં ડ્યુઅલ હીટ પાઈપ આપવમાં આવી છે.
- લેપટોપમાં 8GBની રેમ, Core i5, 256નું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.
- સિક્યોરિટી માટે તેમાં ટચલેસ ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. તેમાં ઈનબિલ્ટ મોબાઈલ બ્રોડબેન્ડ ટેક્નોલોજી માટે e-SIM ફીચર મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MkZOKu
No comments:
Post a Comment