
દેશભરમાં સ્વદેશી વસ્તુ અપનાવવાનો રિવાજ શરૂ થયો છે. તેમાં મોબાઈલ એપ્સનો પણ સમાવેશ થાય છે. કોરોનાવાઈરસના દાતા ચીનની એપ્સનો વિરોધ પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. તેવામાં મોબાઈલ ફોનમાંથી ચાઈનીઝ એપને શોધી તેનો સફાયો કરતી સ્વદેશી એપ ‘Remove China Apps’ પોપ્યુલર બની છે. આ એપ યુઝરના મોબાઈલમાં રહેલી ઈન્સ્ટોલ્ડ એપ્સમાંથી કઈ એપ ચાઈનીઝ છે તે દર્શાવે છે અને તેને ડિલીટ પણ કરે છે.
‘Remove China Apps’
- ‘Remove China Apps’ હાલ એન્ડ્રોઈડ ડિવાઈસ માટે ઉપલબ્ધ છે. એપ્સના ડેવલપરનો દાવો છે કે આ એપ, એન્ડ્રોઈડ ફોન પર ઈનસ્ટોલ્ડ એપ કઈ દેશમાં બની છે તે દર્શાવે છે. જોકે મોસ્ટલી તે ચાઈનીઝ એપ્સ દર્શાવે છે અને તેને અન ઈન્સ્ટોલ કરે છે.
- ગૂગલ પ્લે સ્ટોર પર ‘Remove China Apps’ એપ 17મેએ લોન્ચ થઈ હતી. અત્યાર સુધી એપને 10 લાખથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. પ્લે સ્ટોર પર તેને 4.8 રેટિંગ મળ્યું છે.
- આ એપ ફ્રીમાં અવેલેબલ છે. એપ એક્સેસ માટે કોઈ લોગ ઈનની આવશ્યકતા નથી. જોકે આ એપ પ્લે સ્ટોર પરથી ઈન્સ્ટોલ્ડ કરાયેલી ચાઈનીઝ એપ્સની માહિતી આપે છે.
- એપને જયપુર સ્થિત વનટચ એપબેલ્સ વેબસાઈટ દ્વારા બનાવવામાં આવી છે. આ કંપની એન્ડ્રોઈડ અને iOS એપ ડેવલપમેન્ટ અને હાઈબ્રિડ એપ ડેવલપમેન્ટ સર્વિસ આપે છે.
શા માટે ‘Remove China Apps’ એપ પોપ્યુલર બની?
- દેશમાં હાલ એન્ટિ ચાઈના માહોલ બની રહ્યો છે. ચાઈનીઝ પ્રોડક્ટનો ઉપયોગ ટાળવા માટે સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચાલી રહી છે. ટિકટોક VS યુટ્યુબ વૉર, ભારત-ચીન સીમા વિવાદ અને કોરોનાને લીધે લોકોમાં ચીન વિરોધી ભાવનાઓ વધી રહી છે. આ વિવાદોને લીધે ચાઈનીઝ એપનો સફાયો કરતી આ એપ પોપ્યુલર બની છે.
- આ સાથે જ ટિકટોક ચાઈનીઝ એપ હોવાથી શોર્ટ વીડિયો મેકિંગ એપ Mitron પણ ફેમસ થઈ છે. તેને પ્લે સ્ટોર પર 50 લાખથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. જોકે બાદમાં આ એપ મૂળ પાકિસ્તાનની હોવાનું સામે આવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gKhv3O
No comments:
Post a Comment