
ટેક જાયન્ટ ગૂગલે ‘ગૂગલ મેપ્સ’માં ‘પ્લસ કોડ’નું નવું ફીચર ઉમેર્યું છે. આ ફીચરથી સરળતાથી લોકેશન મોકલી શકાશે અને સરળ રીતે તેને શોધી શકાશે. આ એક પ્રકારનો કોડ છે. તે લેટિટ્યુડ અને લોંગટિટ્યુડ કોઓર્ડિનેટ્સની બનેલો છે.
ઘણી વખત યુઝરનું લોકેશન ગૂગલ મેપ્સ દર્શાવતું નથી અથવા તો તેમાં કેટલીક એરરના લીધે લોકેશનનાં અંતરમાં ફરક જોવા મળે છે. આ ફીચરની મદદથી કોઈ ફેમસ ન હોય કે પછી નામ વગરનાં કોઈ પણ એડ્રેસ કે કોઈ પણ જગ્યાની એક્ઝેટ લોકેશન સેન્ડ કરી શકાશે. આ કોડમાં અંગ્રજી લેટર્સ, કેટલાક ડિજિટ અને યુઝરના લોકેશનની આસપાસની જગ્યાનનું નામ રહેલું હોય છે.
આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો?
- સૌ પ્રથમ ગૂગલ મેપ્સ એપ અપડેટ કરવાની રહેશે.
- ત્યારબાદ તમારી લોકેશન પરના બ્લૂ ડોટ પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કરતાં જ લોકેશનનો ‘પ્લસ કોડ’ જોવા મળશે. તેની સાથે જ નિયરબાય પ્લેસ, શેર યોર લોકેશન અને સેવ યોર પાર્કિંગ ઓપ્શન જોવા મળશે.
- તેમાંથી શેર યોર લોકેશન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ ગૂગલ મેપ્સ યુઝર સજેશન દર્શાવશે. આ સિવાય યુઝ વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વિટર સહિતની એપ્સ પર શેર કરી શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TWRDIp
No comments:
Post a Comment