
ભારતમાં 1 જૂનથી અનલોક 1ની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાવાઈરસના કહેર વચ્ચે તેનાથી બચીને રહેવું એ જ માત્ર ઉપાય છે. હોસ્પિટલમાં કામ કરતાં ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોનાવાઈરસના દર્દીઓ સાથે ઓછાં સંપર્કમાં આવે તે જરૂરી છે. તેના માટે ઔરંગાબાદના 7માં ધોરણના સાઈ સુરેશે ‘શોર્ય’ રોબોટ બનાવ્યો છે. આ રોબોટ કોન્ટેક્ટલેસ મેડિસીન અને ફૂડ ડિલિવરી કરે છે.
સાઈ સુરેશે, ANIની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રોબોટ બેટરીથી ચાલે છે અને તેને સ્માર્ટફોનથી કન્ટ્રોલ કરી શકાય છે. તે 1 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે.
જૂના ગેજેટ્સની મદદથી સાઈએ આ રોબોટ બનાવ્યો
આ રોબોટ બનાવવાનો હેતુ મેડિકલ સ્ટાફનના ફિઝિકલ કોન્ટેક્ટને ઓછો કરવાનો છે. તેને લીધે કોરોનાવાઈરસનું જોખમ ઘટાડી શકાય છે. આ રોબોટ 360 ડિગ્રી ડાબી અને જમણી બાજુ ફરી શકે છે. જૂના ગેજેટ્સની મદદથી સાઈએ આ રોબોટ બનાવ્યો છે.
સાઈના પિતાએ ANIને જણાવ્યુ હતું કે, સાઈને બાળપણથી જ ગેજેટ અને ઈલેક્ટ્રોનિક્સમાં રુચિ છે. તેના જન્મદિવસ પર તેને ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ્સની ગિફ્ટ આપતા હતા. લોકડાઉનમાં તેને આવી કોઈ ગિફ્ટ ન મળતા સાઈને આ રોબોટ બનાવવાનો વિચાર આવ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZWMyDx
No comments:
Post a Comment