Tuesday, 23 June 2020

મેક લાઈનઅપ માટે એપલ પોતાનું પ્રોસેસર બનાવશે, વર્ષના અંત સુધીમાં એપલ સિલિકોન બેઝ્ડ પ્રથમ ડિવાઈસ લોન્ચ કરશે

એપલની વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સમાં કંપનીએ મેક લાઈનઅપને કંપનીએ તેના ઈન હાઉલ પ્રોસેસર સાથે બદલવાની જાહેરાત કરી છે. એપલ સિલિકોન બેઝ્ડ મેક પ્રોડક્ટ વર્ષ 2020ના અંત સુધીમાં લોન્ચ કરશે. કંપનીએ કહ્યું કે, મેક લેપટોપ અને ડેસ્કટોપને નવાં આર્કિટેક્ચરમાં પરિવર્તિત કરવા માટે 2 વર્ષનો સમય લાગશે. અને આ ડિવાઈસ આઈમેક અને મેકબુક પ્રો હશે. ઈવેન્ટમાં કંપનીના CEO ટિમ કુક અને હાર્ડવેર ટેક્નોલોજીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ જોની સોરજીએ જણાવ્યું હતું કે,કંપની નવા પ્રોસેસર પર કામ કરી રહી છે.

એપલની ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ MacOS બિગ સરના પ્રિવ્યૂ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં ફેરફારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવાં ફીચરથી Mac પ્રોડક્ટને iOS અને iPadOS પર રન કરી શકાશે. ડેલલપર્સ હાલના સોફ્ટવેરના Xcode12 બીટાનો ઉપયોગ કરી તેને ક્મ્પેટેબલ બનાવી શકે છે. તેમાં કમ્પાઈલર અને ડીબગિંગ ટૂલ સામેલ છે.

એપલ ડેવલપર્સ એક યુનિવર્સલ એપ ક્વિક સ્ટાર્ટ અપ પ્રોગ્રામ પણ કરી શકે છે, જેમાં એપલ A12Z પ્રોસેસર પર બેઝ્ડ મોડિફાઈડ મેક મિનીના રૂપમાં ડોક્યુમેન્ટેશન, ફોરમ, બીટા સોફ્ટવેર અને એક હાર્ડવેર ડેવલપર ટ્રાંઝિશ કિટ સામેલ હશે.

બેટરી અને પફોર્મન્સમાં કોઈ આનાકાની નહીં

  • સોરજીએ A4ના પ્રારંભ બાદ આઈફોન, આઈપેડ અને એપલ વૉચ માટેના A સિરીઝ પ્રોસેસરની સફળતા ગણાવી હતી. આગામી મેકમાં નવાં પ્રોસેસરમાં યુઝરને બેટરી સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે. કેટલાક સમય સુધી ઈન્ટેલ બેઝ્ડ મોડેલ સાથે વેચાણ કરવામાં આવશે.
  • એપલના કહેવા પ્રમાણે, નવા મોડેલ હાલ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને કેટલાક સમય સુધી A સિરીઝના મેક સાથે શિપિંગ કરવામાં આવશે. હાલના મેક લેપટોપ/ડેસ્કટોપ આગામી MacOSને ઘણા વર્ષો સુધી સપોર્ટ કરશે.

આઈફોન CPUનું પ્રદર્શન 10 વર્ષોમાં 100 ગણું વધ્યું

  • એપલ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ અને પ્રોસેસર બનાવનાર એકમાત્ર કંપની છે. અત્યાર સુધી એપલે 2 બિલિયન SoCs અને ઈન હાઉસ ડેવલપ સ્પોર્ટિંગ ચિપ્સની ડિલિવરી કરી છે. સોરજીએ જણાવ્યું કે, આઈફોન CPUનું પ્રદર્શન 10 વર્ષોમાં 100 ગણું વધ્યું છે. આઈપેડ પ્રો હાલમાં રહેલા અન્ય પીસી/લેપટોપ કરતાં સૌથી ફાસ્ટ છે.
  • એપલનો ઈરાદો A સિરીઝના પ્રોસેસરના કસ્ટમ પાવર મેનેજમેન્ટ, સિક્યોર એન્ક્લેવ, હાઈ પફોર્મન્સ ઈન્ટિગ્રેટેડ GPU, મશીન લર્નિંગ ટૂલ, ન્યૂરલ એન્જિન, કસ્ટમ વીડિયો ડિસ્પ્લે, ઈમેજ પ્રોસેસિંગ એન્જિન અને Macને એક નવા સ્તરનું પફોર્મન્સ આપવાનો છે.

મોટોરોલાના પ્રોસેસરથી શરૂઆત કરી હતી
Mac પ્રોડક્ટ માટે આ ચોથો આર્કિટેક્ચર ફેરફાર છે. તેમાં મોટોરોલાના પ્રોસેસરથી શરૂઆત થઈ હતી અને 2006માં ઈન્ટેલ X86 CPUs પહેલાં IBM ના પાવર પર શિફ્ટ થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple to build its own processor for Mac lineup, Apple to launch first Silicon-based device by year-end


from Divya Bhaskar https://ift.tt/3hMzjvM

No comments:

Post a Comment