
ટેક જાયન્ટ એપલે સોમવારે મોડી રાતે WWDC (વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફર્નસ) 2020માં આઈપેડ, એપલ વૉચ અને એરપોડ્સની નવી ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેર લોન્ચ કર્યું છે. તેમાં iPadOS 14, watchOS 7 અને AirPods પ્રો સોફ્ટવેર સામેલ છે. આ તમામ નવી અપડેટમાં અનેક નવાં ફીચર્સનો ઉમેરો થયો છે.
iPadOS 14નાં ફીચર્સ
- એપલે iPad અને iPad પ્રો મોડે્લસના યુઝર ઈન્ટરફેસમાં અનેક નવાં ફીચર્સ ઉમેર્યા છે. તેમાં મ્યૂઝિક,ઈમેઈલ, કેલેન્ડર, નોટ્સ અને ફોટો સાથે ઘણી એપ્સ સામેલ કરાઈ છે. સાઈડબારના સેક્શનની વચ્ચે યુઝર્સ ઝડપથી એન્ટર આપી શકશે. આ સાથે પ્લેલિસ્ટ અને ફોટો ગેલરી વચ્ચે કન્ટેન્ટને ડ્રેગ અને ડ્રોપ પણ કરી શકાશે.
- એપલ મ્યૂઝિકના કન્ટ્રોલ ફીચરમાં પણ ઉમેરો થયો છે. લાઈવ મ્યૂઝિક દરમિયાન સોન્ગના લિરિક્સ (શબ્દાવલી)ને સ્ક્રોલ કરી સિંક કરી શકાશે. કેટલીક એપમાં હવે નવું ડ્રોપ-ડાઉન ટૂલબાર UI એલિમેન્ટ મળશે, જેની મદદથી સ્ક્રીન પર એક જ જગ્યાએ એકસાથે ઘણા કાર્યો કરી શકાશે.
- iPadOS 14નાં ઈન્ટરફેસના તમામ ફંક્શનને MacOSના સ્પોટલાઈટ પોપઅપ સર્ચ બારની જેમ બનાવવામાં આવ્યાં છે. તેની મદદથી યુઝર્સ એપ્લિકેશન લોન્ચ કરી શકે છે, કોન્ટેક્સ્ટ શોધી શકે છે અને વેબસાઈટ પર લોગઈન પણ કરી શકે છે.
- એપલ પેન્સિલની મદદથી હવે આઈપેડ પર પહેલાં કરતાં વધુ સારી રીતે કામ થઈ શકશે. પહેલાં કરતાં સારી હેન્ડરાઈટિંગ (હસ્તાક્ષરો) મળશે. સર્ચ એન્જિન સફારીના એડ્રેસબારમાં પણ લખી શકાશે. નવી ઓપરેટિંગ સિસ્ટમમાં અંગ્રેજી સાથે મંદારિન ભાષામાં કામ કરી શકાશે.
- એપલ પેન્સિલનો ઉપયોગ સ્કેચ બનાવવા માટે પણ કરી શકાશે. તેની મદદથી સ્કેતને વધારે પ્રોફેશનલ રીતે બનાવી શકાશે. યુઝરે પેન્સિલથી જે લખ્યું હશે તે ટેક્સ્ટમાં પરિવર્તિત થઈ જશે. હવે પેજમાં નવાં કન્ટેન્ટ માટે જગ્યા રોકવા તેને ગોઠવી શકાશે. યુઝર કોન્ટેક્ટ, ફોન નંબર સહિતની માહિતીને રેકગ્નાઈઝ કરી શકશે.
- iPadOS 14નો ઉપયોગ iPad Air 2 અને ત્યારબાદના મોડેલ, iPad (5th Gen) અને ત્યારબાદના મોડેલ, iPad Mini 4 અને ત્યારબાદના મોડેલ તેમજ તમામ iPad Mini 4 મોડેલ પર કરી શકાશે.
watchOS 7નાં ફીચર્સ
- એપલે વૉચની નવી ઓપરેટિંગ સિસ્ટમ watchOS 7માં યુઝર સિંગલ એપથી ઘણા કામ કરી શકશે. વૉચ ફેસને અલગ અલગ વેબસાઈટ અથવા મેસેજથી પણ ડાઉનલોડ કરી શકાશે.
- સ્લીપ ટ્રેકિંગ લોંગ અવેટેડ ફીચર ઉમેરાયું છે, જેમાં યુઝરને ડાઉનટાઈમ રૂટિન, પ્રિ સેટ સ્લીપ ગોલ્સ સહિતની માહિતી સામેલ છે. સાઈલન્ટ હેપ્ટિક અલાર્મ ફીચરથી યુઝર અન્ય લોકોને ખલેલ પહોંચાડ્યા વગર પોતાને જગાડવા માટે અલાર્મ સેટ કરી શકશે.
- કોવિડ-19 મહામારીને જોતા વૉચમાં હેન્ડ વૉશ (હાથ ધોવાનું) ફીચર ઉમેરાયું છે.
- નવી ઓપરેટિંગ સિસ્ટમમાં ડાન્સ અને કોર ટ્રેનિંગ જેવા વર્કઆઉટ ફીચર ઉમેરાયાં છે. તેમાં નોઈસ લેવલને અપડેટ કરવામાં આવ્યું છે. તેનાથી યુઝર હેડફોનનો ઉપયોગ કરશે ત્યારે તેને સારો સાઉન્ડ એક્સપિરિઅન્સ મળશે. એપલ મેપ્સ, સિરી ટ્રાન્સલેશન અને મોબિલિટી મેટ્રિક્સમાં સાઈકલિંગ ડાયરેક્શન સામેલ કરાયું છે.
AirPods અને AirPods પ્રોમાં કયા નવાં ફીચર મળશે?
AirPods અને AirPods પ્રોને હવે અન્ય ડિવાઈસિસ વચ્ચે તરત જ સ્વિચ કરી શકાશે. જોકે ઓડિયો કયા ડિવાઈસ પર પ્લે થઈ રહ્યો છે તે તેના પર આધાર રાખે છે. AirPods પ્રો હવે વ્હિકલ ચલાવતી વખતે યુઝરના માથાની મૂવમેન્ટને આધારે ઓડિયો કન્ટ્રોલ કરી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31ewi1k
No comments:
Post a Comment