
ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને લીધે દેશભરમાં ચાઈનીઝ પ્રોડક્ટ્સનો વિરોધ થઈ રહ્યો છે. તેમાં સૌથી મોટો શિકાર શોર્ટ વીડિયો શેરિંગ એપ ‘ટિકટોક’ બની છે. દેશમાં હવે ટિકટોક જેવી સ્વદેશી એપની માગ વધી છે અને લોકોએ તેના ઉપયોગનું વલણ અપનાવ્યું છે. ટિકટોકના સ્વદેશી વિકલ્પ તરીકે સ્વદેશી એપ ‘ચિંગારી’ લોકોની પસંદ બની છે. અત્યાર સુધીમાં એપને 2.5 મિલિયન અર્થાત 25લાખ ડાઉનલોડ્સ મળ્યા છે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.
Chingari - Original Indian Short Video App
— Chingari Official Page (@Chingari_IN) June 26, 2020
2.5 Million Download 🔥
Download link - https://t.co/1gdAOGIzYMpic.twitter.com/pJgxfwMkXm
આ સ્વદેશી એપને છત્તીસગઢના IT પ્રોફેશનલ્સ, ઓડિશાના ડેવલપર બિસ્વાત્મા અને કર્ણાટકના ગૌતમે વિકસાવી છે. આ એપને વિકસાવવામાં 2 વર્ષ લાગ્યા હતા. ગૂગલ પ્લે સ્ટોર પર એપ નવેમ્બર 2018માં લોન્ચ થઈ હતી. હાલ એપ ફ્રી કેટેગરીમાં 7મા નંબરે પહોંચી છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેને 4.7 સ્ટાર મળ્યા છે.
‘ચિંગારી’ એપનાં ફીચર્સ
- આ એપ એક શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે.
- તેનાં માધ્યમથી યુઝર્સ વીડિયો અપલોડ અને ડાઉનલોડ કરી શકે છે.
- એપથી ચેટિંગ પણ કરી શકાય છે.
- તેમાં ટ્રેન્ડિંગ ન્યૂઝ, એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ, ફની વીડિયો સોન્ગ અને વ્હોટ્સએપ સ્ટેટસ ડાઉનલોડ કરી શકાય છે.
- યુઝર પોતાના શોર્ટ વીડિયો શેર પણ કરી શકે છે. તેમાં GIF શેર કરવાની પણ સુવિધા મળે છે.
- આ એપ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી સહિત કુલ 11 ભાષા સપોર્ટ કરે છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ચાઈનીઝ એપના વિકલ્પ તરીકે ‘મિત્રો’ એપને પણ એકાએક પોપ્યુલારિટી મળી હતી. બાદમાં કેટલાક રિપોર્ટ્સ અનુસાર સામે આવ્યું કે એપ મૂળ પાકિસ્તાની એપ ટિકટિકનું રીબ્રાન્ડેડ વર્ઝન છે. તેના સોર્સ કોડ અને ડેવલપર્સ હજુ પણ વિવાદોમાં છે. પ્લે સ્ટોર પર ગૂગલે તેને હટાવી પણ હતી જોકે હાલ તેણે કમબેક કર્યું છે. હવે પ્લે સ્ટોર પર સ્વદેશી એપ‘ચિંગારી’અને ‘મિત્રોં’ની જંગમાં યુઝર્સ કોને જીતાડશે તેની રાહ જોવાઈ રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gbjwFp
No comments:
Post a Comment