
સાઉથ કોરિયન ટેક જાયન્ટ સેમસંગ ‘ગેલેક્સી A51s’નું 5G વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ ફોનનું લિસ્ટિંગ એન્ડ્રોઈડ બેન્ચમાર્ક સાઈટ ગીકબેન્ચ પર થયું છે. તે મુજબ ફોનનો મોડેલ નંબર SM-A516V છે.
ગીકબેન્ચનાં લિસ્ટિંગ પ્રમાણે ફોનમાં 6GBની રેમ અને ક્વૉલકોમ Soc પ્રોસેસર મળશે. જોકે લિસ્ટિંગમાં પ્રોસેસરના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ 5G વેરિઅન્ટ હોવાથી નક્કી છે કે તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર મળશે.લિસ્ટિંગમાં ‘ગેલેક્સી A51s’ 5Gને સિંગલ કોર પફોર્મન્સમાં 622 પોઈન્ટ્સ અનો મલ્ટિકોર પફોર્મન્સમાં 1928 પોઈન્ટ્સ મળ્યા છે. કનેક્ટિવિટી માટે ફોનમાં Wi-Fi 802.11ac અને NFC સપોર્ટ મળશે.
‘ગેલેક્સી A51s’ 5Gનાં બેઝિક સ્પેસિફિકેશન
- ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ ઈન્ફિનિટી ‘ઓ’ ટાઈપ ડિસ્પ્લે મળી શકે છે.
- આ ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને એક્સીનોસ પ્રોસેસર મળશે.
- 5G વેરિઅન્ટમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
- આ મોડેલમાં પણ 4G વેરિઅન્ટની જેમ 5000mAhની બેટરી મળવાની સંભાવના છે.
- ફોનની કિંમત 25,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZgQe13
No comments:
Post a Comment