Monday, 29 June 2020

ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લાગવાથી હતાશ ન થાવ જાણી લો તેના સ્વદેશી વિકલ્પ કયા છે

ગલવાન ઘાટી પર ભારત અને ચીના સૈનિકો વચ્ચે થયેલી હિંસક જપાજપી બાદ દેશભરમાં ચીન વિરોધી વંટોળ ઊભું થયું હતું. આખરે સરકારે સોમવારે કેન્દ્ર સરકારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવીને ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. પોપ્યુલર થયેલી અનેક ચાઈનીઝ એપ્સના વિકલ્પની માગ વધી છે તો ચાલો જાણીએ ચાઈનીઝ એપને બદલે કઈ સ્વદેશી એપનો વિકલ્પ તમે પસંદ કરી શકો છો...

ટિકટોકના બદલે Roposo અને ચિંગારી એપનો ઉપયોગ કરી શકાય છે
Roposo એક ભારતીય વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. તે વર્ષ 2014માં લોન્ચ થઈ હતી એપના લેટેસ્ટ વર્ઝનને 10 જૂન 2020એ લોન્ચ કરાયું છે. શરૂઆતથી જ ટિકટોક એપ ડેટા ચોરી સહિતના અનેક વિવાદોમાં સંપડાયેલી હતી હવે ફાઈનલી તેના પર પ્રતિબંધ લાદતા તમે Roposo, મિત્રોં અને ચિંગારી એપનો ઉપયોગ કરી શકો છો. આ તમામ એપ શોર્ટ વીડિયો શેરિંગ એપ જ છે, જે સ્વદેશી છે. Roposo એપ સરકારની સિટીઝન એંગેજમેન્ટ પ્લેટફોર્મ MyGovIndiaનો ભાગ છે. Roposo એપ એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ બંને માટે અવેલેબલ છે. તેને IIT દિલ્હીના 3 વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે. તેને પ્લે સ્ટોર પર 50 મિલિયન ડાઉનલોડ્સ મળ્યા છે.

Roposo એપથી પણ પૈસા મળે છે
Roposo એપ યઝર્સને પોઈન્ટ્સના માધ્યમથી પૈસા આપે છે. તેમાં 10,000 પોઈન્ટે 10 રૂપિયા મળે છે. કંપની યુઝર્સના પેટીએમ ખાતામાં પોઈન્ટ્સના પૈસા જમા કરે છે.

મિત્રોં એપ ટિકટોકને ટક્કર આપવા લોન્ચ થઈ હતી
તાજેતરમાં જ ભારતમાં મિત્રોં એપ લોન્ચ થઈ હતી. તેની લોકપ્રિયતા વધી રહી છે. તેને 50 લાખથી પણ વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. એપને IIT રૂરકીના વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે બનાવી છે.

આ એપ દેખાવમાં આબેહુબ ટિકટોક જેવી જ લાગે છે. તેના ફંક્શન પણ એક જ જેવા છે. અગાઉ એપને પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી હતી જોકે તેણે ફરી કમબેક કર્યું છે. એપ હાલ ટોપ ફ્રી કેટેગરીમાં ટોપ 10નાં લિસ્ટમાં સામેલ છે. તેમાં ટિકટોક એપના તમામ ફીચર્સ મળે છે. જોકે હાલ તે એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.

શેર ઈટનો વિકલ્પ Z શેર
Z શેર એપ ભારતમાં ગત શનિવારે જ લોન્ચ થઈ છે. તે શેર ઈટનો દેશી વિકલ્પ છે. તેનાં માધ્યમથી વીડિયો, ડોક્યુમેન્ટ્સ્, સોન્ગ સહિતનો ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. એપને ઉત્તર કન્નડના શ્રવણ હેગડેએ વિકસાવી છે. 21 વર્ષીય શ્રવણ કર્ણાટકનો વિદ્યાર્થી છે. અત્યાર સુધીમાં એપને 10 હજાર ડાઉનલોડ્સ મળી ચૂક્યા છે. લોન્ચ થયાનાં પ્રથમ કલાકમાં જ એપને 5,000 ડાઉનલોડ્સ મળ્યા હતા.

ચાઈનીઝ એપ HELOનો વિકલ્પ સ્વદેશી એપ શેરચેટ
શેરચેટનો ઉપયોગ જોક, એન્ટરટેઈન્ટમેન્ટ, ઈમેજ અને વીડિયો સહિતના ક્ન્ટેન્ટ જોવા માટે કરી શકાય છે. તેમાં યુઝર પ્રોફાઈલ બનાવી પોતાના વીડિયો ફ્રેન્ડ્સ સાથે શેર કરી શકે છે. હાલ એપ એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. તેને વર્ષ 2015માં IIT કાનપુરના વિદ્યાર્થી અંકુશ સચદેવે તૈયાર કરી છે.

ચાઈનીઝ એપ CamScannerને બદલે Adobe Scanનો ઉપયોગ
ડેટા સ્કેનિંગ માટે ચાઈનીઝ એપ CamScannerનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. તેના બદલે અડોબ સ્કેનનો ઉપયોગ કરી શકાય છે. જોકે તે ભારતીય વિકલ્પ નથી પણ ચાઈનીઝ એપને બદલે તે સારો વિકલ્પ છે.

VivaVideo ને બદલે Photo Video Maker નો ઉપયોગ
વીડિયો એડિંટિંગ માટે ચાઈનીઝ એપ VivaVideo પ્રચલિત હતી. પ્રતિબંધ લાગ્યા બાદ તેના બદલે Photo Video Maker એપનો ઉપયોગ કરી શકાય છે.

BeautyPlus અને YouCam Perfect એપનો સ્વદેશી વિકલ્પ Indian Selfie Camera
Indian Selfie Cameraને ચાઈનીઝ ફોટો ફિલ્ટર્સ અને એડિટિંગ એપને ટક્કર આપવા જ બનાવવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેને 4.8 સ્ટાર રેટિંગ મળ્યું છે.

UC Browserનો સ્વદેશી વિકલ્પ જિઓ બ્રાઉઝર
જિઓ બ્રાઉઝર સ્વદેશી બ્રાઉઝર છે. તે સુરક્ષિત અને ઝડપી બ્રાઉઝર છે. તે ન્યૂઝ અને એન્ટરટેઈનમેન્ટ કન્ટેન્ટ પણ આપે છે.

ભારત-ચીન વચ્ચે વિવાદ શરૂ થતા કંપનીઓએ સ્વદેશી એપ પર કામ ચાલું કર્યું હતું
જ્યારથી ભારત ચીન વચ્ચે સીમા વિવાદને લઈ તણાવ સર્જાયો હતો ત્યારથી જ એપ મેકરે ચાઈનીઝ એપ્સના વિકલ્પ માટે સ્વદેશી એપ પર કામ શરૂ કર્યું હતું. અત્યાર સુધી દેશી એપ્લિકેશનમાં બોલો ઈન્ડિયા, ટિક ટિક જેવા વિકલ્પો હતા. ટિકટોક લોન્ચ થયાં બાદ તેને 50 લાખ ડાઉનલોડ્સ મળ્યા હતા. એપ્રિલમાં તેને 2.35 કરોડ ડાઉનલોડ્સ મળ્યા હતા અને જૂનમાં ઘટીને તેનો આંકડો 1.39 કરોડે પહોંચ્યો હતો.પબજીનું ડાઉનલોડ એપ્રિલમાં 9.9 કરોડ હતું અને જૂનમાં 6 કરોડે પહોંચ્યુ.

ટિકટોકનો વિક્લ્પ ગણાતી સ્વદેશી એપ ચિંગારી પણ પોપ્યુલર બની છે. તેને અત્યાર સુધીમાં 25 લાખ ડાઉનલોડ્સ મળ્યા છે. ઝી એન્ટરટેઈનમેન્ટે પણ એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Don't be discouraged by the ban on the Chinese app. Find out what the indigenous alternatives are


from Divya Bhaskar https://ift.tt/38d7yYP

No comments:

Post a Comment