Monday, 29 June 2020

ભારતમાં ‘ગેલેક્સી S20+ BTS એડિશન’ સ્માર્ટફોન 2 જૂલાઈએ લોન્ચ થશે, 1 જૂલાઈથી પ્રિબુકિંગ શરૂ થશે

સાઉથ કોરિયન ટેક કંપનીએ ભારતમાં ‘ગેલેક્સી S20+ BTS એડિશન’ સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં આ ફોન 2 જૂલાઈ લોન્ચ થશે અને 1 જૂલાઈથી ગ્રાહકો પ્રિ બુકિંગ કરી શકશે. BTS એક સાઉથ કોરિયાનું ફેમસ બેન્ડ છે. આ બેન્ડની શરૂઆત 2010માં થઈ હતી. સેમસંગના BTS એડિશનના આ ફોનમાં BTSનો લોગો જોવા મળશે. ફોનનું સિંગલ પર્પલ કલર વેરિઅન્ટ જ લોન્ચ થશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

કિંમત
‘ગેલેક્સી S20+ BTS એડિશન’ અમેરિકામાં લોન્ચ થઈ ચૂક્યો છે. અમેરિકામાં તેની કિંમત $1,249.99 (આશરે 94,500 રૂપિયા) છે. ભારતમાં 90,000 રૂપિયાની આસપાસ તેની કિંમત હોઈ શકે છે.

‘ગેલેક્સી S20+ BTS એડિશન’ સાથે BTS કાર્ડ્સ અને ફોટો મળશે. ‘ગેલેક્સી S20+ BTS એડિશન’મા રેગ્યુલર વેરિઅન્ટ કરતાં BTS બેઝ્ડ વોલપેપર, આઈકોન અને રિંગટોન મળશે

‘ગેલેક્સી S20+ BTS એડિશન’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ફોનમાં 6.7 ઈંચની ઈન્ફિનિટિ ‘ઓ’ ડિસ્પ્લે મળશે.
  • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર એક્સીનોસ 990 Soc પ્રોસેસર મળશે.
  • ફોનમાં 8K વીડિયો સપોર્ટ મળશે.
  • ફોનમાં 12GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે.
  • BTS એડિશનમાં પણ રેગ્યુલર એડિશનની જેમ જ 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટએપ મળી શકે છે.
  • ફોન 5G કનેક્ટિવિટી સાથે પણ લોન્ચ થઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Galaxy S20 + BTS Edition smartphone to launch in India on July 2, prebooking to start from July 1


from Divya Bhaskar https://ift.tt/31nWiaR

No comments:

Post a Comment