Friday, 5 June 2020

ચાઈનીઝ એપ ટિકટોકનો દેશી વિકલ્પ ગણાતી ‘Mitron’ એપનું પ્લે સ્ટોર પર કમબેક, ગૂગલે પોલિસી ઉલ્લંઘનને લીધે રિમૂવ કરી હતી

શોર્ટ વીડિયો મેકિંગ એપ ‘Mitron’ના લવર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યાં છે. ચાઈનીઝ એપ ટિકટોકનોદેશી વિકલ્પ ગણાતી Mitron એપે પ્લે સ્ટોર પર કમબેક કર્યું છે. હવે ફરી યુઝર એપનો ઉપયોગ અને તેને ડાઉનલોડકરી શકશે. સ્પામ અને મિનિમમ ફંક્શનાલિટીને આધારે ગૂગલે તેને રિમૂવ કરી હતી.

સ્પામ અને મિનિમમ ફંક્શનાલિટીને લીધે 2 જૂને એપ ડિલીટ થઈ હતી
ગૂગલ પ્લે સ્ટોર પર શુક્રવારથી એપ લાઈવ થઈ છે. ચીન વિરોધી વંટોળ વચ્ચે સ્વદેશી ગણાતી આ શોર્ટ વીડિયો મેકિંગ અપ ઘણી પોપ્યુલર બની હતી. તેને પ્લે સ્ટોર પર 50 લાખથી પણ વધારે ડાઉનલોડ્સ મળ્યાં છે. ગૂગલે કોપી પેસ્ટ એપ એપ્લિકેશન અર્થાત અન્ય એપ સાથે સંપૂર્ણ મેળ ખાતી એપ્લિકેશનને આધારે Mitron એપ રિમૂવ કરી હતી સાથે જ એપ સ્પામ અને મિનિમમ ફંક્શનાલિટી ધરાવે છે તેવું પણ કહેવાયું હતું.

Mitron’એપ પાકિસ્તાનની એપ ‘ટિકટિક’નું રિબ્રાન્ડેડ વર્ઝન
અત્યાર સુધીના અહેવાલો અનુસાર, ‘Mitron’એપ IIT રુરકીના વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે ડેવલપ કરી છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્ અનુસાર, એપ મૂળ પાકિસ્તાનની છે. પાકિસ્તાની શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટિકના સોર્સ કોડને માત્ર $34 (આશરે 2500 રૂપિયામાં) ઈરફાન દ્વારા વેચી દેવામાં આવ્યો છે.

‘ટિકટિક’ અને ‘મિત્રો’ના સોર્સ કોડ એક સરખા
‘ટિકટિક’ અને ‘મિત્રો’ના સોર્સ કોડ મળતા આવે છે. તેથી શિવાંક અગ્રવાલે માત્ર એપને રિબ્રાન્ડ કરી છે તેમ કહી શકાય પરંતુ એપને ડેવલપ કરી નથી. પાકિસ્તાની કંપની Qboxus દ્વારા Canyon સાઈટ પર ટિકટિકના સોર્સ કોડને સેલ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

જોકે, આ એપની ઓનરશિપ અને પ્રાઈવસી પોલિસી હજું સુધી ક્લિઅર નથી. એપ પર સાઈન અપ કરી રહેલાં યુઝર્સને કોઈ જાણ જ નથી કે તેમનાં ડેટા સાથે શું થવાનું છે. પ્લે સ્ટોર પર આ એપના રિવ્યૂમાં કેટલાક યુઝરે એપમાં બગ અર્થાત ખામી હોવાની પણ વાત જણાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google removes 'Mitron' app, a domestic alternative to Chinese app TikTok


from Divya Bhaskar https://ift.tt/2UdkLLr

No comments:

Post a Comment