
મલ્ટિ મીડિયા શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ તેની થ્રેડ્સ એપમાં ‘વોઈસ નોટ’ ફીચર ઉમેરવાની તૈયારીમાં છે. આ ફીચરથી યુઝર વીડિયોમા શું કહેવામાં આવ્યું છે તેનો ઓડિયો સાંભળી શકશે. ટેક ટિપ્સ્ટર એલેસેન્ડ્રોએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
#Instagram is working on a new feature for the Threads app: video note 👀
— Alessandro Paluzzi (@alex193a) June 24, 2020
This feature will turn the audio of the video into live captions that will be shown in time with the recording. pic.twitter.com/OxQrdIF7lH
આ ફીચરનું ટેસ્ટિંગ કેટલાક યુઝર્સ પર કરવામાં આવી રહ્યું છે. આ ફીચરથી વીડિયોનો ઓડિયો ઓન થશે અને યુઝર તેનું લાઈવ કેપ્શન જોઈ શકશે.ઓક્ટોબર 2019માં ઈન્સ્ટાગ્રામે થ્રેડ્સ એપ લોન્ચ કરી હતી. આ એપની મદદથી યુઝર ઈન્સ્ટાગ્રામના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે ટેક્સ્ટ, ફોટો અને વીડિયો શેર કરી શકે છે. જોકે આ ફીચરને ગ્લોબલી ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
વોઈસ નોટ જેવું જ ફીચર ટ્વિટર પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટ્વિટર કેટલાક iOS યુઝર્સ પર ઓડિયો ટ્વીટ્સ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી એક ટ્વીટમાં યુઝર 140 સેકન્ડનું વોઈસ ટ્વીટ કરી શકશે તેનાથી વધારાની સેક્ન્ડ્સના ઓડિયો થ્રેડ્સમાં ઉમેરાતા જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3g7p7fJ
No comments:
Post a Comment