
એપલે વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ કી કાર ફીચર લોન્ચ કર્યું છે. BMW અને એપલે આ ફંક્શન માટે પાર્ટનરશિપ કરી છે. સોમવારની ઈવેન્ટમાં એપલે કાર કી ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી ફિઝિકલ કી વગર પણ કાર અનલોક કરી શકાશે. આ NFC (નિયર ફિલ્ડ કમ્યુનિકેશન) ચિપની મદદથી કાર્ય કરે છે. BMW આ ફીચરને સૌ પ્રથમ તેની ફેસલિફ્ટ 5 સિરીઝ સેડાનમાં રજૂ કરશે. BMW આ ફીચરને BMW ડિજિટલ કી તરીકે રજૂ કરશે.
વર્ચ્યુઅલ કાર કી શું હોય છે?
વર્ચ્યુઅલ કાર કી એક ડિજિટલ કી છે, જે યુઝરના ફોનમાં લાગેલી NFC ચિપની મદદથી કાર સહિત કોઈ પણ વાહનને અનલોક કરે છે. આ સુવિધા વૈશ્વિક રીતે કેટલાક જ વાહનોમાં ઉપલબ્ધ છે. એપલ ડિવાઈસમાં તેને પ્રથમ વાર લોન્ચ કરવામાં આવશે. BMW કેટલાક મોડેલમાં એન્ડ્રોઈડ બેઝ્ડ વર્ચ્યુઅલ કાર કી ઓફર કરે છે.
એપલ કાર કી કેવી રીતે કામ કરે છે?
- એપલની સોમવારની ઈવેન્ટમાં કંપનીએ iOS 14 આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ રજૂ કરી હતી. સાથે જ કંપનીએ એપલ કી કાર પણ રજૂ કરી છે.
- સૌ પ્રથમ તે BMW કારમાં જોવા મળશે. તેને આઈફોનના UWB U1 ચિપ પર બનાવવામાં આવી છે. આ ફીચરની મદદથી યુઝરને તેની કાર નજદીકમાં છે કે કેમ તેની માહિતી મળશે.
- યુઝરે તેમના વ્હિકલને અનલોક કરવા માટે NFC સપોર્ટ કરતા એપલ વોચ અથવા આઈફોન એપલ ડિવાઈસને વ્હિકલના NFC રીડર પેનલની બાજુમાં રાખવાનો રહેશે. સામાન્ય રીતે તે વ્હિકલના દરવાજાના હેન્ડલમાં આવેલું હોય છે.
- ત્યારબાદ સિસ્ટમ વ્હિકલને અનલોક કરી ફેસ આઈડી અથવા ટચ આઈડીથી વેરિફાય કરશે. આ પ્રોસેરને ઝડપી બનાવવા માટે યુઝર ‘એક્સપ્રેસ મોડ’નો ઉપયોગ કરી શકશે.
- કાર માલિક તેની વર્ચ્યુઅલ કીની કોપી iMessagetoની મદદથી તેના 5 પરિવારના સભ્યો સાથે શેર કરી શકશે.
- કારની અંદર એન્ટ્રી લેતા જ યુઝરે તેના એપલ ડિવાઈસને કારના વાયરલેસ ચાર્જર પેનલ પર રાખવાનું રહેશે, ત્યારબાદ કારનું ઈગ્નિશન બટન દબાવવા પર કાર સ્ટાર્ટ થશે.
- BMWના જણાવ્યા પ્રમાણે, આ ફીચર યુઝરના આઈફોનની બેટરી પૂરી થઈ જાય તો પણ કામ કરશે.
કઈ કાર અને SUVમાં એપલ કાર કી કામ કરશે?
આ ફીચરના શ્રી ગણેશ BMW 5 સિરીઝ સેડાનમાં થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં તેને વૈશ્વિક સ્તરે વેચાનારી અન્ય BMW કાર અને SUVમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે.
આ ટેક્નોલોજી ભારતમાં ક્યારે આવશે?
કંપનીએ આ ટેક્નોલોજી ભારતમાં આવશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ BMW 5 સિરીઝ સાથે તે ભારતમાં આવી શકે છે. આ કાર ભારતમાં આગામી વર્ષે લોન્ચ થશે.
iOS 14થી એપલ કાર પ્લેમાં કયા નવાં ફીચર મળશે?
કંપનીએ iOS 14માં એપલ કાર પ્લેમાં વોલપેપર એડ, મેપ્સમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશનની માહિતી અને ફાસ્ટ ફૂટ ટેક આઉટ સહિતની અનેક સુવિધાઓ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3esYj9s
No comments:
Post a Comment