
સર્ચ એંજિન ગૂગલ (ગૂગલે) ફેક ઇમેજ અને વીડિયોપર પ્રતિબંધ લગાવવા માટે એક વિશેષ પહેલ શરૂ કરી છે. ફેક ફોટો અને વીડિયો ઓળખવા માટે એક ઇમેજ સર્ચ ટૂલ શરૂ કરવામાં આવ્યું છે. ફેક ઇમેજને ઓળખવા માટે એક નવું ફેક્ટ ચેક માર્કર ઉમેરવામાં આવ્યું છે, જે ગૂગલ સર્ચ રિઝલ્ટની ઇમેજ સાથે દેખાશે.
આ ટૂલ ફેક ફોટો ઓળખીને તેમનું લેબલિંગ કરશે. આ લેબલ ઇમેજ અને વીડિયોના વેબ પેજ નીચે દેખાશે. ફેક્ટ ચેકમાં ઇમેજના સોર્સથી લઇને અઇન્ય તમામ જાણકારી મળશે.
ફોટો અને વીડિયો મહત્ત્વપૂર્ણ સોર્સ
ગૂગલના પ્રોડકટ મેનેજર હેરિસ કોહેને કહ્યું કે, ફોટોઝ અને વીડિયોઝને વિશ્વભરની માહિતીના મહત્ત્વપૂર્ણ સ્રોત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણીવાર ખોટા વિઝ્યુઅલ્સ અને ઇમેજના કારણે લોકોએ નુકસાનનો સામનો કરવો પડે છે. ગૂગલે જણાવ્યું કે, સર્ચ રિઝલ્ટના ફેક્ટની તપાસ દરરોજ 1.1 કરોડ કરતા વધારે વખત થાય છે.
ઉપયોગ કરવા માટે શું કરવું?
ગૂગલ પર ઈમેજ સર્ચ કરવા પર ફોટોની નીચે એક ફેક્ટ ચેક લેબલ જોવા મળશે, જે ફોટોની નીચે thumbnail તરીકે દેખાશે એટલે કે, જ્યારે તમે ફોટો લાર્જ ફોર્મેટમાં જોશો ત્યારે વેબ પેજની નીચે સાઇઝ અને એક ફેક્ટ ચેક લેબલ જોવા મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hVg3w5
No comments:
Post a Comment