ચાઈનીઝ ટેક કંપની શાઓમી ચીનમાં તેનો નેક્સ્ટ ફિટનેસ બેન્ડ ‘Mi બેન્ડ 5’ 11 જૂને ચીનમાં લોન્ચ કરશે. કંપનીએ ચાઈનીઝ માઈક્રોબ્લોગિંગ સાઈટ વીબો પર પોસ્ટ કરી તેનું લોન્ચિંગ કન્ફર્મ કર્યું છે. આ બેન્ડમાં ‘Mi બેન્ડ 4’ કરતાં મોટી સ્ક્રીન મળશે.
‘Mi બેન્ડ 5’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ બેન્ડમાં 1.2 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે.
- તેમાં NFC સપોર્ટ અને બ્લડ ઓક્સીજન લેવલ મોનિટરિંગ મળી શકે છે.
- કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમાં એલેક્સા સપોર્ટ પણ મળી શકે છે.
- આ બેન્ડમાં યોગા,બાઈસિકલ સહિત 11 પ્રકારનાં સ્પોર્ટ મોડ મળી શકે છે.
- શાઓમીનાં ‘Mi બેન્ડ 4’ની જેમ અપકમિંગ બેન્ડમાં પણ હાર્ટ રેટ અને સ્લીપ મોનિટર મળશે.
- આ બેન્ડમાં પણ મ્યૂઝિક અને વોલ્યુમ કન્ટ્રોલ મળશે.
- તેમાં ઈનકમિંગ કોલ્સ અને સોશિયલ મીડિયા નોટિફિકેશન મળશે.
- બેન્ડની કિંમત 4,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dqfcB7
No comments:
Post a Comment