ચાઈનીઝ ટેક કંપની શાઓમી લોકડાઉન પિરિયડમાં પ્રોડક્ટ લોન્ચિંગમાં એક્ટિવ જોવા મળી રહી છે. વાયરલેસ ઈયરફોન અને Mi 10 સ્માર્ટફોન બાદ હવે કંપની ભારતમાં ‘Mi Notebook’ લેપટોપ લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ ટ્વીટ કરીને કન્ફર્મ કર્યું છે કે ‘Mi Notebook’ સિરીઝનું પ્રથમ લેપટોપ ભારતમાં 11 જૂને લોન્ચ થશે.
It's time to #MakeEpicHappen.#MiNotebook will make its Global Debut in India on June 11 and will be:
— Mi India (@XiaomiIndia) June 1, 2020
🥇India 1st
👌 India exclusive
🇮🇳 Made for India
It's nothing like you have seen before from #Xiaomi.
RT🔁if you are excited. 🤩 pic.twitter.com/dI6v9atw8Z
ગ્લોબલ લોન્ચમાં પ્રથમ વાર ભારતમાં‘Mi Notebook’ સિરીઝ લોન્ચ કરવામાં આવશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાઓમીનું પ્રથમ નોટબુક સિરીઝનું લેપટોપ રેડમીબુક 13નું રિબ્રાન્ડેજ વર્ઝન હોઈ શકે છે.
‘Mi Notebook’ લેપટોપનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ લેપટોપમાં 13 ઈંચની ફુલ HD+ 1920 x 1080 પિક્સલ ધરાવતી ડિસ્પ્લે મળી શકે છે.
- લેપટોપમાં 4.65mmનાં બેઝલ્સ હશે. અર્થાત લેપટોપની સ્ક્રીન અને બોડી વચ્ચે 4.65mmની જગ્યા રહેશે.
- આ લેપટોપનાં 2 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. એક વેરિએન્ટમાં 10th gen Intel Core i5-10510U પ્રોસેસર મળી શકે છ, જ્યારે બીજાં વેરિઅન્ટમાં 0th gen Intel Core i7-10510U પ્રોસેસર મળી શકે છે.
- આ લેપટોપની કિંમત 40,000ની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZYKwmE
No comments:
Post a Comment