
રિઅલમીએ થોડા દિવસ અગાઉ ‘Narzo 10A’નું 3GB + 32GB વેરિઅન્ટ લોન્ચ કર્યું હતું. તેમાં આજે 4GB + 64GB વેરિઅન્ટનો ઉમેરો થયો છે. આ નવી સ્ટોરેજ કેપેસિટી ધરાવતા વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. જોકે ફોનનાં અન્ય સ્પેસિફિકેશનમાં કોઈ ફેરફાર થયો નથી. આ નવાં વેરિઅન્ટની ખરીદી ગ્રાહકો આગામી મંગળવાર અર્થાત 23 જૂને કંપનીની ઓફિશિયલ સાઈટ પરથી કરી શકશે.
‘Narzo 10A’નાં ફીચર્સ
- ફોનમાં સિક્યોરિટી માટે રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- 64GBનાં ઈન્ટર્નલ સ્ટોરેજને SD કાર્ડનાં માધ્યમથી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
- 5MPનો ફ્રન્ટ કેમેરા 30fps (ફ્રેમ પર સેકન્ડ) પર 1080p સુધીનો વીડિયો રેકોર્ડ કરે છે.
- કનેક્ટિવિટી માટે તેમાં GPS, વાઈફાઈ, બ્લુટૂથ 5.0 અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
‘Narzo 10A’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ |
6.5 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ 1600x720 પિક્સલ |
OS |
રિઅલમી UI વિથ એન્ડ્રોઈડ 10 |
પ્રોસેસર |
મીડિયાટેક હીલિયો G80 |
રિઅર કેમેરા |
12MP + 2MP + 2MP |
ફ્રન્ટ કેમેરા |
5MP |
રેમ |
4GB |
સ્ટોરેજ |
64GB એક્સપાન્ડેબલ 256GB |
બેટરી |
5000mAh |
વજન |
195 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ni6j0O
No comments:
Post a Comment