Monday, 22 June 2020

આજથી એપલની વર્લ્ડવાઈડ ડેવલપર કોન્ફરન્સ 2020 શરૂ થશે, યુટ્યુબ સહિત એપલની ડેવલપર્સ સાઈટ અને એપ પર લાઈવ જોઈ શકાશે

ટેક જાયન્ટ એપલ તેની 31મી WWDC (વર્લ્ડવાઈડ ડેવલપર કોન્ફરન્સ) માટે તૈયાર છે. ભારતીય સમય અનુસાર રાતે 10:30 વાગ્યે કી નોટ (મુખ્ય ભાષણ) સાથે ઈવેન્ટ શરૂ થશે. કોરોના મહામારીને લીધે કંપની આ વર્ષે ઓનલાઈન ઈવેન્ટ યોજશે. આ ઈવેન્ટ તમામ લોકો માટે ફ્રી છે. એપલની વેબસાઈટ અને યુટ્યુબ પર તેને જોઈ શકાશે. એપલની 31મી WWDC 26 જૂન સુધી ચાલશે. ઈવેન્ટમાં iPadOS, macOS, watchOS અને TVOSનાં નવાં વર્ઝનની જાહેરાત થઈ શકે છે.

WWDC 2020 કીનોટ અને એન્જિનિઅરિંગ સેશન્સ ઓનલાઈન જોઈ શકાશે

  • WWDC 2020 ઈવેન્ટ ફ્રી ઈવેન્ટ તો છે જ, સાથે તે એક ઓનલાઈન ઈવેન્ટ પણ છે. એપલની ઓફિશિયલ વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર તેમજ એપલ ડેવલપર વેબસાઈટ અને એપનાં માધ્યમથી પણ કી નોટ ઓનલાઈન જોઈ શકાય છે.
  • જો તમારી પાસે એપલ ટીવી છે, તો આજે કી નોટ લાઈવ જોવા માટે ઈવેન્ટ્સ એપનો ઉપયોગ કરી શકો છો.
  • કી નોટ આજે ભારતીય સમયાનુસાર રાતે 10:30 વાગ્યે શરુ થશે.
  • ઈચ્છુક દર્શકો ઈવેન્ટની નોટિફિકેશન મેળવવા માટે યુટ્યુબ એપમાં રિમાઈન્ડર પણ સેટ કરી શકે છે.
  • આ ઈવેન્ટમાં માત્ર કી નોટ યુટ્યુબ પર લાઈવ પ્રસારિત થશે. અન્ય સેશન્સ જોવા માટે એપલ ડેવલપર વેબસાઈટ અથવા એપલ ડેવલપર્સ એપનો ઉપયોગ કરી શકાશે.
  • ભારતીય સમયાનુસાર આજે રાતે 2:30 વાગ્યે પ્લેટફોર્મ સ્ટેટ ઓફ યુનિયન સેશન શરૂ થશે. 23 જૂનથી 26 જૂન સુધી ચાલનારી આ ઈવેન્ટમાં એપલ 100થી વધારે એન્જિનિઅરિંગ સેશન હોસ્ટ કરશે.
  • વીડિયો દરરોજ ભારતીય સમયાનુસાર રાતે 10:30 વાગ્યે પોસ્ટ કરવામાં આવશે.

WWDC 2020માં વિવિધ સોફ્ટવેર અપડેટ્સ થઈ શકે છે

  • સામાન્ય રીતે WWDC ઈવેન્ટ દરમિયાન કંપની તેના અપકમિંગ સોફ્ટવેર ડેવલપમેન્ટ શોકેસ કરે છે, પરંતુ વર્ષ 2017માં કંપનીએ હોમપોડ અને વર્ષ 2019માં મેક પ્રો જેવા હાર્ડવેર પણ રજૂ કર્યા હતા.
  • આ વર્ષે એપલનું નવું iMac ડેસ્કટોપ લોન્ચ થાય તેવી સંભાવના છે. તેમાં iMac2020 T2 પ્રોસેસર અને AMD Navi GPU મળશે.

સોફ્ટવેર અપડેટ્સ

  • ઈવેન્ટમાં કંપની iPadOS, macOS, watchOS અને TVOSનાં નવાં વર્ઝનની જાહેરાત કરી શકે છે.
  • એક રિપોર્ટ અનુસાર, આઈફોન અને આઈપૉડ ટચ પર ચાલનારા એપલના સોફ્ટવેરનું નામ બદલીને iPhoneOS કરવામાં આવી શકે છે.
  • નેક્સ્ટ જનરેશન iOS14 અથવા iPhoneOS 14માં નવાં AR (ઓગ્મેન્ટેડ રિયાલિટી) ફીચર્સ મળી શકે છે.
  • એપલ આ ઈવેન્ટમાં 'Gobi' નામની એક AR એપ પણ લોન્ચ કરી શકે છે.
  • iPadOS 14 સાથે AR ફીચર્સ iPad મોડેલ પર પણ મળી શકે છે.
  • iPhone અને iPad બંનેમાં એપલ AirTags સપોર્ટ મળી શકે છે. તે વર્ષના અંત સુધી લોન્ચ થઈ શકે છે.
  • એપલવોચ સોફ્ટવેરમાં પણ ઘણા ફેરફારો જોવા મળી શકે છે. તેમાં પેરેન્ટલ કન્ટ્રોલ અપગ્રેડ થઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple's Worldwide Developer Conference 2020 will begin today, and can be viewed live on Apple's developers site and app, including YouTube.


from Divya Bhaskar https://ift.tt/316yvvJ

No comments:

Post a Comment