
એમેરિકન કંપની મોટોરોલાએ ભારતના હોમ થિએટર માર્કેટમાં એન્ટ્રી કરી લીધી છે. કંપનીએ AmphisoundX બ્રાન્ડ નામ હેઠળ પોતાની અલગ-અલગ પ્રોડક્ટ લોન્ચ કરી છે. તેમાં ડોલ્બી વાયરલેસ બ્લુટૂથ સાઉન્ડ વાર, એમ્ફિસાઉન્ડX 80W,150W અને 160Wની બ્લુટૂથ હોમ થિએટર સિસ્ટમ સામેલ છે. આ પ્રોડક્ટની કિંમત 7,999 રૂપિયાથી10,999 સુધીની છે અને તેને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે.
મોટોરોલા AmphisoundX 160W હોમ થિએટરના ફીચર્સ
- કસ્ટમરને પરવડે તેવી કિંમતના હોમ થિએટરની વધતી જતી ડિમાન્ડને જોઈને કંપનીએ AmphisoundX 160W ભારતમાં લોન્ચ કર્યું છે.
- તેમાં ડોલ્બી સાઉન્ડ સપોર્ટ અને વાયરલેસ સબવૂફર મળે છે
- કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 4.2, ઓપ્ટિકલ અને HDMI પોર્ટ સાથે ડિવાઈસ કનેક્ટ કરી શકાય છે
- તેમાં LED ઈન્ડીકેટર છે, જે યુઝરને કનેક્શન વિશે માહિતી આપે છે.
- આ સિસ્ટમની કિંમત 10,999 રૂપિયા છે.
મોટોરોલા AmphisoundX 80W અને 150W હોમ થિએટરના ફીચર્સ
- આ બંને સિસ્ટમમાં વાયરલેસ કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0 સપોર્ટ છે
- તેમાં 5.1 ઓડિયો ચેનલ સિસ્ટમ છે, આ બંને પ્રોડક્ટ સાથે યુઝરને રીમોટ મળશે
- 150Wના વર્ઝન સાથે 5 સેટેલાઈટ માટે એક સબવૂફર મળશે
- 80Wની સિસ્ટમમાં ત્રણ સાઉન્ડબાર અને બે સેટેલાઈટ માટે એક સબવૂફર સપોર્ટ મળશે
- હોમ થિએટરમાં કનેક્ટિવિટી માટે HDMI અને ઓપ્ટિકલ પોર્ટ, AUX પોર્ટ અને USB પોર્ટ પણ મળશે. આ સિવાય યુઝરને FM રેડિયોનો ઓપ્શન પણ મળશે.
- 80W સિસ્ટમની કિંમત 7,999 રૂપિયા અને 150W સિસ્ટમની કિંમત 10,999 રૂપિયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fPML0f
No comments:
Post a Comment